International

પાકિસ્તાનમાં સગીર હિંદુ છોકરીના આધેડ મુસ્લિમ સાથે બળજબરીથી નિકાહ કરાવાયા

બીજી એક હિન્દુ સગીર વયની છોકરીનં અપહરણ કરીને ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં એક સગીર હિંદુ છોકરીનું અપહરણ કરીને તેના લગ્ન મોટી ઉંમરના વ્યક્તિ સાથે કરાવવાનો અને પછી બળજબરીથી તેને ઈસ્લામ કબૂલ કરવાનો મામલો સામે આવ્યો છે. જેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

મીડિયા રિપોર્ટ્‌સમાં આ વીડિયો ઈસ્લામિક દેશ પાકિસ્તાનનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે અને આ વીડિયોમાં જાેઈ શકાય છે, કે એક સગીર છોકરીના નિકાહ કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. ઈસ્લામિક દેશોમાં આવી અનેક ઘટનાઓ બનતી રહે છે, આ કોઈ નવી ઘટના નથી.

આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે હૈદરાબાદથી અપહરણ કરાયેલી આ સગીર હિન્દુ છોકરીને બુધવારે કોર્ટના આદેશ પર એક વર્ષની લાંબી અગ્નિપરીક્ષા પછી તેના પરિવારને પરત કરવામાં આવી હતી. આ ૧૬ વર્ષીય સગીરાનું એક વર્ષ પહેલા પાકિસ્તાનના હૈદરાબાદથી અપહરણ કરવામાં આવ્યું હતું અને બળજબરીથી ધર્મપરિવર્તન કરીને મોટી ઉંમરના મુસ્લિમ વ્યક્તિ સાથે તેના લગ્ન કરવામાં આવ્યા હોવાનો મીડિયા રિપોર્ટ્‌સમાં દાવો કરવામાં આવી રહ્યો છે.

આવી જ એક બીજી ઘટના તાજેતરમાં પાકિસ્તાનમાં સામે આવી છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, એક હિન્દુ સગીર છોકરીના અપહરણ કરીને ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું હતું. જ્યારે પીડિતાના પરિવારજનોને ઘટનાની જાણ થઈ અને ધર્મ પરિવર્તન રોકવા માટે મદરેસામાં પહોંચ્યા તો તેમને અંદર જવા પણ દેવામાં આવ્યા ન હતા.

મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર આ મામલો પાકિસ્તાનના સિંધ પ્રાંતનો છે. ૧૧ સપ્ટેમ્બરના રોજ અહીંના હંગુરુ ગામમાંથી ૧૬ વર્ષની સગીર છોકરીનું અપહરણ કરવામાં આવ્યું હતું. જ્યારે પીડિતાના પરિવારજનોને વહીવટી સ્તરે સાંભળવામાં ન આવ્યા ત્યારે તેઓએ પોતાના તરફથી તપાસ શરૂ કરી હતી અને સમગ્ર મામલો બહોર આવ્યો હતો.