પેરિસ ઓલિમ્પિકમાં બે મેડલ જીતીને ઈતિહાસ રચનાર શૂટર મનુ ભાકરની દરેક જગ્યાએ પ્રશંસા થઈ રહી છે. મેડલ જીતવા સિવાય પિસ્તોલ ક્વીનની અન્ય એક કામ માટે પણ ચર્ચા થઈ રહી છે અને તેના વખાણ પણ થઈ રહ્યા છે, જેનો ખુલાસો તેણે પોતે કર્યો છે.
આ ચર્ચાઓ મનુ ભાકર અને ભારતની મહાન બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ વિશે છે. તમને જણાવી દઈએ કે મનુએ સિંધુ માટે એક એવું કામ કર્યું હતું, જેને સાંભળીને હવે દરેક વ્યક્તિ પોતાની જાતને તેના વખાણ કરવાથી રોકી શકશે નહીં.
મનુ ભાકરે ખુલાસો કર્યો કે એકવાર તેણે સોશિયલ મીડિયા પર ફેક એકાઉન્ટ બનાવીને પીવી સિંધુને ટ્રોલ કરનારાઓને જડબાતોડ જવાબ આપ્યો હતો.