જૂનાગઢ મેળા માટે એસટીએ વધારાની 370 બસ દોડાવી હતી, જેની 5798 ટ્રિપમાં 2.73 લાખ લોકોએ મુસાફરી કરી છે.
ગુજરાત એસટી નિગમ દ્વારા હાલમાં ચાલી રહેલી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીઓની સુવિધા માટે અમદાવાદ સહિત રાજ્યભરમાં રેગ્યુલર બસો ઉપરાંત 250 જેટલી વધારાની બસો દોડાવવામાં આવી રહી છે.
તેની સાથે જ જૂનાગઢ ખાતે મહાશિવરાત્રિ મેળામાં ભાગ લેવા માટે પણ એસટી નિગમ દ્વારા વધારાની બસો 370 જેટલી બસો દોડાવવામાં આવી હતી, જેમાં અમદાવાદ સહિત રાજ્યના તમામ ડેપોમાંથી રેગ્યુલર બસ ઉપરાંત 300 જેટલી મોટી બસ દ્વારા એક્સ્ટ્રા ટ્રિપોનું સંચાલન કરવામાં આવ્યું છે.
તેની સાથે જ જૂનાગઢથી ભવનાથની તળેટી સુધી જવા માટે નિગમ દ્વારા 70 જેટલી મિની બસો દોડાવવામાં હતી. જૂનાગઢ મેળા માટે અત્યાર સુધી નિગમ દ્વારા રેગ્યુલર ટ્રિપો ઉપરાંત 5798 વધારાની ટ્રિપો દોડાવવામાં આવી છે. આ વધારાની ટ્રિપોમાં અત્યાર સુધી 2.73 લાખથી વધુ પેસેન્જરોએ મુસાફરી કરતા નિગમને 1.42 કરોડ રૂપિયાની આવક થઈ છે.