Gujarat

રાણપુર શહેરમાં આઈ શ્રી મોગલધામ દ્વારા ભવ્ય સમૂહ લગ્ન યોજાયા

રાણપુર શહેરમાં આઈ શ્રી મોગલધામ દ્વારા ભવ્ય સમૂહ લગ્ન યોજાયા

18 નવ દંપતિઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા, સંતો-મહંતો અને આગેવાનો હાજર રહ્યા..

બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં આઈ શ્રી મોગલ ધામ દ્વારા સર્વ જ્ઞાતિના ભવ્ય સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આઈ શ્રી મોગલ ધામ મંદિર રાણપુર ના ભુવા કલ્પેશભાઈ ઘાઘરેટીયા દ્વારા અને સેવક મંડળ દ્વારા આ સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નની અંદર 18 દીકરા-દીકરીએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા આ સર્વ જ્ઞાતિના સમૂહ લગ્નમાં નાગનેશ મોટા મંદિરના મહંત 1008 મહામંડલેશ્વર પતીતપાવનદાસ બાપુ ,રાણપુર ટેક્સપીન બેરિંગ કંપનીના માલિક વિશાલભાઈ મકવાણા, પોથીના મહંત શ્રી કપિલબાપુ,શાસ્ત્રી ઋતુબાપુ ભટ્ટ તેમજ સાધુ-સંતો સહિત અનેક આગેવાનો આ સમૂહ લગ્નમાં હાજર રહ્યા હતા. સર્વ જ્ઞાતિના દ્રિતીય સમુહ લગ્નની અંદર મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા દાતાઓના સહયોગથી તમામ કન્યાઓને મોટા પ્રમાણમાં કરિયાવર આપવામાં આવ્યો હતો રાણપુર આઈ શ્રી મોગલ ધામ સેવક મંડળ દ્વારા સમૂહ લગ્નને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. આ સમૂહ લગ્ન ની અંદર ચંદ્રેશભાઇ સોનીના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાવનગર બાંભણીયા બ્લડ બેન્ક ના સભ્યો લોહી લેવા માટે આવ્યા હતા. જેમાં મોટા પ્રમાણમાં રક્તની બોટલો એકત્ર થઈ હતી..

તસવીર:વિપુલ લુહાર,રાણપુર

IMG-20250304-WA0095-3.jpg IMG-20250304-WA0096-2.jpg IMG-20250304-WA0097-1.jpg IMG-20250304-WA0094-0.jpg