તા.૧૪-૨-૨૫ ને શુક્રવારના રોજ શ્રી કે.કે હાસ્કૂલ તથા કે.કે ઘેલાણી હાયર સેકન્ડરી સ્કૂલ,સાવરકુંડલામાં એનએસએસ યુનિટ દ્વારા વિદાય સમારોહ તથા ઇનામ વિતરણ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું .આ આયોજનમાં અધ્યક્ષ સ્થાને શ્રી નુતન કેળવણી મંડળના મે. ટ્રસ્ટી મુકુંદભાઈ નાગ્રેચા રહ્યા હતા. તથા વિનુભાઈ રાવળ સાહેબે સમારોહની ગરિમા વધારી હતી . જેમાં ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓને વિદાય અને ઇનામ વિતરણ રાખવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત શાળાના પ્રિન્સિપલ ચેતનકુમાર ગુજરીયા સાહેબ દ્વારા મહેમાનોના શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ મહેમાનોને પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યુ હતુ .ધોરણ-૧૦ અને ૧૨ ના વિદ્યાર્થી ભાઈઓ-બહેનોએ પોતાના પ્રતિભાવો રજૂ કરી આ શાળા સ્મૃતિઓ ક્યારેય નહીં વિસરાઈ એ ભાવ વ્યક્ત કર્યો હતો. વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલ વિદાય ગીતોએ સૌની આંખો ભીની કરી હતી.સમગ્ર વાતાવરણ ભાવમય થઈ ગયુ હતુ .શાળાના શિક્ષક શ્રી કમલેશભાઈ ગોંડલીયા દ્વારા બાળકોને આશીર્વચન દ્વારા પરીક્ષાની શુભકામનાઓ પાઠવી હતી.શિક્ષિકા શ્રી વર્ષાબેન પટેલે વિદ્યાર્થીઓ સાથે વિતાવેલ બે વર્ષના સમયની ખાટી મીઠી ક્ષણો વિદ્યાર્થીઓ સાથે વાગોળી હતી.
એનએસએસ યુનિટ ની નિયમિત પ્રવૃત્તિ માં ૧ થી ૩ ક્રમ મેળવનાર દરેક વિદ્યાર્થીનેને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. અધ્યક્ષ મુકુંદભાઈ નાગ્રેચા સાહેબે બાળકોને આશીર્વાદ પાઠવ્યા હતા. તેમજ કારકિર્દી વિશે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બાળકોને લાઈવ ઢોકળાનો અલ્પાહાર કરવામાં આવ્યો હતો અને વર્ગવાઇઝ ગ્રૂપ ફોટો પાડવામાં આવ્યા હતા.જેનો બાળકોએ હોશે હોશે આનંદ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન એનએસએસ પ્રોગ્રામ ઓફિસર વર્ષાબેન પટેલ દ્વારા શાળાના પ્રિન્સિપાલ સાહેબના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
બિપીન પાંધી સાવરકુંડલા

