Gujarat

અમરેલી સીટી પોલીસ સ્ટેશનના ફતેપુર રોડ. હુડકો ક્વાર્ટર વિસ્તારમાં જુગાર રમતા છ ઇસમોને કુલ રોકડ રકમ રૂ.૧૦,૧૯૦/-સાથે પકડી પાડતી અમરેલી સીટી પોલીસ ટીમ

અમરેલી સીટી પોલીસ સ્ટેશનના ફતેપુર રોડ. હુડકો ક્વાર્ટર વિસ્તારમાં જુગાર રમતા છ ઇસમોને કુલ રોકડ રકમ રૂ.૧૦,૧૯૦/-સાથે પકડી પાડતી અમરેલી સીટી પોલીસ ટીમ

મે.ભાવનગર રેન્જ આઈ.જી.પી. ગૌતમ પરમાર ભાવનગર રેન્જ, ભાવનગરનાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાંથી જુગાર/દારૂની બદી દુર કરવા માટે સધન પેટ્રોલીંગ રાખી તમજ સફળ રેઇડો કરી જુગાર/દારૂની કડક કાર્યવાહિ કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત નાઓએ તથા અમરેલી ડિવીઝનના ઇંચા.નાયબ પોલીસ અધિક્ષક એન.બી.ગોરડીયા નાઓ દ્વારા ડીવીઝન વિસ્તારમાથી જુગાર/દારૂની બદી દુર કરવા માટે સધન પેટ્રોલીંગ રાખી તેમજ સફળ રેઇડો કરી જુગાર/દારૂની કડક કાર્યવાહિ કરવા સુચના તથા માર્ગદર્શન આપેલ હોય.જે અન્વયે અમરેલી સીટી પોલીસ ઇન્સ્પેક્ટર ડી.કે.વાઘેલા નીરાહબરી હેઠળ આ કામે જરૂરી સુચના આપેલ જે અન્વયે બહારપરા બીટના સ્ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ચોક્કસ બાતમી આધારે અમરેલી,ફતેપુર રોડ, નવા હુડકો કવાર્ટર પાસે જાહેરમાં પૈસા પાનાથી હારજીતનો જુગાર રમતા છ ઇસમોને રોકડા રૂ.૧૦,૧૯૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી મજકુર ઇસમો વિરૂધ્ધમાં જુગાર ધારા કલમ-૧૨ મુજબ ધોરણસની કાર્યવાહિ કરી જુગારનો ગણનાપાત્ર કેસ કરવામાં આવેલ છે.

*પકડાયેલ આરોપીઓની વિગત*:-

(૧) કલ્પેશભાઇ કનુભાઈ ચારોલા ઉ.વ.૩૫ ધંધો મજુરી રહે, અમરેલી, ફતેપુર રોડ, બીજ નિગમ મીલની પાછળ તા.જી.અમરેલી

(૨) કાંતીભાઇ બાબુભાઇ સોલંકી ઉ.વ.૩૫ ધંધો મજુરી રહે, અમરેલી, ફતેપુર રોડ, નવા હુડકો ક્વાર્ટર બે માળીયા તા.જી.અમરેલી

(૩) નરેશભાઇ ઉર્ફે નલી મુનાભાઇ કુવાડીયા ઉ.વ.૨૯ ધંધો મજુરી રહે, અમરેલી, ફતેપુર રોડ,નવા હુડકો ક્વાર્ટર બે માળીયા તા.જી.અમરેલી

(૪) સંતોષભાઇ ઉર્ફે બાઠીયો વિનુભાઇ પરમાર ઉ.વ.૧૯ ધંધો મજુરી રહે, અમરેલી, ફતેપુર રોડ, નવા હુડકો ક્વાર્ટર બે માળીયા તા.જી.અમરેલી

(૫) રાહુલભાઇ ઉર્ફે ગોરીલો જયસુખભાઇ રાધનપરા ઉ.વ.૩૦ ધંધો. મજુરી અમરેલી, ફતેપુર રોડ, નવા હુડકો ક્વાર્ટર બે માળીયા તા.જી.અમરેલી

(૬) જાગાભાઇ શંભુભાઇ રાજકોટીયા ઉ.વ.૬૫ ધંધો મજુરી રહે અમરેલી, ફતેપુર રોડ,નવા હુડકો ક્વાર્ટર બે માળીયા તા.જી.અમરેલી

*પકડાયેલ મુદ્દામાલ*:-

(૧)રોકડ રકમ રૂ.૧૦,૧૯૦/-

(૨)ગંજી પતાના પાના નંગ-પ૨ કિ.રૂ.00/00

*આ કામગીરી અમરેલી સીટી પો.ઇન્સ. ડી.કે.વાઘેલા તથા બહારપરા બીટ સ્ટાફ એ.એસ.આઇ. જે.કે.ચૌહાણ તથા એ.એસ.આઇ. એસ.બી.સૈયદ તથા હેડ કોન્સ.એસ.બી.મારૂ તથા પો.કો. સલીમભાઇ ભટ્ટી તથા પો.કો.અતુલભાઇ માટીયા દ્વારા કરવામાં આવેલ છે.*

*અહેવાલ ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20250324-WA0012.jpg