રાધનપુરને જિલ્લો જાહેર કરવાની કોંગ્રેશની માગ:વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના આગમન પૂર્વે કોંગ્રેસે ધરણા પ્રદર્શન કર્યું, પોલીસે કોંગી આગેવાનોની અટકાયત કરી..
કોંગ્રેસ દ્વારા બેનરો લગાવી જીલ્લો બનાવવાની કરી માંગ,રાધનપુર ખાતે જિલ્લાની માંગણી સાથે કોંગ્રેસે કાળા ઝંડા સાથે કર્યો વિરોધ..
કોંગ્રેશના કાર્યકર્તાઓ રેલી કાઢી ઝંડા ફરકાવવા જતા હતા ત્યારે પોલીસે કરી અટકાયત..કોંગ્રેસ મહિલા પ્રમુખ જયાબેન સોની અને અન્ય મહિલાઓની અટકાયત..
રાધનપુરને અલગ જિલ્લો બનાવવાની માંગ સાથે રાધનપુરના વિવિધ વિસ્તારોમાં ગતરોજ કોંગ્રેસ સમિતિ દ્વારા પોસ્ટર વોર શરૂ કરવામાં આવ્યું હતું. જે બાદ હવે આ પોસ્ટર વોર આજે મંગળવારે ધરણા કાર્યક્રમમાં પરિવર્તન થયું છે.

આજે કોંગ્રેસના આગેવાનો, મહિલા આગેવાનો સહિત કાર્યકરોએ ધરાણા કર્યા હતા. જેઓની પોલીસે અટકાયત કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.રાધનપુરને જિલ્લો બનાવવાની માગ સાથે મંગળવારે રાધનપુરના ગાંધીચોક નગરપાલિકા સામે મહિલા કોંગ્રેસ અને કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ સાથે સૂત્રોચ્ચાર કરી ધરણા કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.

રાધનપુર ખાતે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના અધ્યક્ષ સ્થાને મંગળવારે આયોજિત સત્કાર સમારંભ કાર્યક્રમને લઈ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી આવે તે પૂર્વે કોંગ્રેસના મહિલા આગેવાનો સહિત કોગ્રેસ સમિતિના આગેવાનો, કાયૅકરો દ્વારા ધરણા પ્રદર્શનને લઈ ધરણા સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.ધરણા કાર્યક્રમને પગલે કોગ્રેસ સમિતિના આગેવાનો, મહિલાઓની પોલીસે અટકાયત કરતાં કોગ્રેસ સમિતિના આગેવાનોએ રાધનપુરને જિલ્લો નહીં બનાવવામાં આવે તો આગામી દિવસોમાં અનેકવિધ કાર્યક્રમો સાથે લડત ચાલુ રહેશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.
રિપોર્ટ. અનિલ રામાનુજ, રાધનપુર પાટણ

