જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત જાગૃતિ રેલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરક્ષા સેતુ રથ સાથે કરવામાં આવેલ હતું. જેતપુર પાવી તાલુકાના વી.આર.શાહ સાર્વજનિક હાઈસ્કુલ ખાતે બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત જાગૃતિ રેલી જિલ્લા કલેકટર ગાર્ગી જૈનના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી. જેમાં દીકરીઓના જન્મ પ્રમાણમાં વધારો કરવા તેમજ દીકરી- દીકરા એક સમાન સમાજ માં રાખવા માટે સૂત્રોચાર સાથે કાર્યક્રમ કરવામાં આવેલ હતો.

કાર્યક્રમ માં મોટી સંખ્યામાં બાલિકા પંચાયતની સરપંચ દીકરીઓ તેમજ kgbvની દીકરીઓ મળી આશરે 450 જેટલી સંખ્યામાં દીકરી તેમજ ડ્રોપ આઉટ 4 દીકરીઓને શાળા માં પુનઃસ્થાપન કરવી જિલ્લા ક્લેક્ટરના હસ્તે એજ્યુકેશન કીટ વિતરણ કરવામાં આવી હતી. તેમજ અલગ અલગ ડીપાર્ટમેન્ટ ના અધિકારી કર્મચારી હાજર રહ્યા હતા. તેમજ મહિલા અને બાળ અધિકારી, દહેજ પ્રતિબંધક અધિકારી,સી ટી છોટાઉદેપુર સાથે સાથ જેતપુર પાવી પોલીસ વિભાગ, ડિસ્ટ્રીક હબ ફોર એમ્પાવરમેન્ટ વિમેન યોજનાના કર્મચારી , OSC સેન્ટરના કર્મચારી, pbsc સેન્ટર ના કર્મચારી ,શાળાના શિક્ષકો વિગેરે હાજર રહ્યા હતા.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર