સાવરકુંડલા નગરપાલિકાના વોર્ડ નંબર પાંચના સદસ્ય તથા વિરોધપક્ષના નેતા એવા અશોકભાઈ ખુમાણ દ્વારા સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને ઉદેશીને લખેલ પત્રમાં સાવરકુંડલા શહેરની મેઇન બજાર રોડની કામગીરી ત્વરિત કરવા રજૂઆત કરતાં જણાવ્યું હતું કે , હાલ સાવરકુંડલા નગરપાલિકા દ્વારા સાવરકુંડલા શહેરના હદય સમાન મેઇન બજાર રોડનું કામ કરવા માટે તેમનું ખોદાણ કરવામાં આવેલ છે તેમાં બંને સાઇડ પર ખોદાણ કરવામાં આવેલ નથી અને તેમાં ઓટલા, પગથીયા દુર કરેલ નથી અને આ રોડનાં ખોદાણના એક માસ થવા આવ્યો છે.

તેમાં કાણકિયા ચા વાળાની દુકાન થી ગાંધી ચોક સુધી આ રોડ પરનાં તમામ આવશ્યક ચીજ વસ્તુનાં વેપારીઓની દુકાનો આવેલ છે જેમાં આ રોડ પર આમ જનતા અને સાવરકુંડલા તાલુકાના ગામડાઓનાં ગ્રામજનો બહોળી સંખ્યામાં ખરીદી અર્થે રોજબરોજ આવતા હોય અને ખુબજ મોટા પ્રમાણમાં આ રોડ પર લોકોની ભીડ રહેતી હોય ત્યારે હાલ રોડ બનાવવાની કામગીરી ત્વરિત થાય એવું આમજનતા અને વેપારીઓ ઈચ્છે છે.

હાલ અહીં આવનાર પારાવાર મુશ્કેલીઓનો સામનો રહ્યા છે જેથી આ રોડની તાત્કાલિક ધોરણે કામગીરી શરૂ કરવામાં આવે તેવી નમ્ર વિનંતી સહ અશોકભાઈ ખુમાણે પત્ર દ્વારા રજૂઆત કરી.
બિપીન પાંધી સાવરકુંડલા

