સરખેજ થી ધોળકા હાઇવે રોડનું કામ 18 મહિનામાં પૂરું કરવાનું હતું, આજે 108 મહિના પૂરા થવા આવ્યા આમ છતાં હજુ સુધી કામ પૂરું થયું નથી. જેથી કરીને કન્સ્ટ્રકશન કંપની દ્વારા નિયમ મુજબ કામના સ્પેફિકેશન અંગેનું બોર્ડ પણ મુકાતું નથી.
કયા કારણોસર કામ અટકી ગયું છે તે પણ જાણી શકાતું નથી. દસક્રોઈના ભાત ગામના રહીશ દ્વારા કરવામાં આવેલી RTIના જવાબ માં અધિકારીએ કાગળ ઉપર બોર્ડ ની કોપી પ્રિન્ટ કરી આપી.
સરખેજ ધોળકા રોડ એસ પી રિંગ રોડ બાકરોલ સર્કલથી કલીકુંડ સર્કલ સુધીના માર્ગને ચાર માર્ગીય કરવાનું કામ છ વર્ષથી ચાલી રહ્યું છે. તૂટક તૂટક કામ કરાય છે જેને કારણે સંપૂર્ણ માર્ગ નહિ બનતા રોજબરોજ હજારો વાહન ચાલકો હેરાન થાય છે. અવારનવાર અકસ્માત થાય છે. જે ને લઈને દસક્રોઈ ના ભાત ગામના રહીશે સિનિયર સીટીઝન અરજદારે RTI દ્વારા ક્યાં ક્યાં ભાવથી કઈ કઈ કંપની ના ટેન્ડર મંજુર થયેલા છે,કંઈ કંપનીએ કંઈ તારીખે કામ ક્યાંથી શરૂ કર્યું ક્યાંરે પૂર્ણ થવાનું છે તે અંગેની વિગતોના જવાબ માંગ્યા હતા.
માર્ગ અને મકાન વિભાગ ગુજરાત સરકારના નિયમ મુજબ જાહેર જનતા જોઈ શકે ,જાણી શકે તે હેતુથી કામનું નામ,રસ્તાનું નામ,રસ્તાની લંબાઈ, ઈજારદારનું નામ,ટેન્ડરની રકમ, કામ શરૂ કર્યાની તારીખ,કામ પૂર્ણ થવાની તારીખ સહિત ની વિગતો દર્શાવતું બોર્ડ રોડની સાઈડમાં લગાવવું પડે.