Gujarat

સાબરમતી-ઋષિકેશ યોગા એક્સપ્રેસ અને દૌલતપુર ચોક-સાબરમતી એક્સપ્રેસના રૂટ બદલાયા, વિંઝોલ ફાટક 10 દિવસ બંધ રહેશે

અમદાવાદ ડિવિઝનના મહેસાણા-પાલનપુર સેક્શન પર ઊંઝા અને કામલી સ્ટેશનો વચ્ચે સ્થિત બ્રિજ નં. 926 ના પુનર્નિર્માણ હેતુ એન્જિનિયરિંગ કાર્યને કારણે સાબરમતી-યોગનગરી ઋષિકેશ-સાબરમતી એક્સપ્રેસ અને દૌલતપુર ચોક-સાબરમતી એક્સપ્રેસ પરિવર્તિત માર્ગથી ચાલશે અને ઊંઝા અને સિદ્ધપુર સ્ટેશનો પર જશે નહીં.

4 માર્ચના રોજ સાબરમતીથી ઉપડનારી સાબરમતી-યોગનગરી ઋષિકેશ યોગા એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ મહેસાણા-ઊંઝા-સિદ્ધપુર-પાલનપુરનાને બદલે પરિવર્તિત માર્ગ વાયા મહેસાણા-પાટણ-ભિલડી-પાલનપુરના માર્ગથી ચાલશે અને ઊંઝા અને સિદ્ધપુર સ્ટેશનો પર નહીં જાય.

3 માર્ચના રોજ યોગનગરી ઋષિકેશથી ઉપડનારી ટ્રેન યોગનગરી ઋષિકેશ-સાબરમતી યોગા એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ પાલનપુર-ઉંઝા-સિદ્ધપુર-મહેસાણાના બદલે પરિવર્તિત માર્ગ વાયા પાલનપુર-ભીલડી-પાટણ-મહેસાણાના માર્ગથી ચાલશે તથા ઉંઝા અને સિદ્ધપુર સ્ટેશનો પર નહીં જાય. 3 માર્ચના રોજ દૌલતપુર ચોકથી ઉપડનારી દૌલતપુર ચોક-સાબરમતી એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ પાલનપુર-ઊંઝા-સિદ્ધપુર-મહેસાણાના બદલે પરિવર્તિત માર્ગ વાયા પાલનપુર-ભીલડી-પાટણ-મહેસાણા ના માર્ગથી ચાલશે અને ઉંઝા અને સિદ્ધપુર સ્ટેશનો પર નહીં જાય. પશ્ચિમ રેલવેના અમદાવાદ-ગેરતપુર સેક્શનમાં સ્થિત રેલવે ક્રોસિંગ નં. 305 (કિ.મી. 486/30-32) વિંઝોલ રેલવે ફાટક 4 માર્ચ 2025ના રોજ સવારે 08:00 વાગ્યાથી 13 માર્ચના રોજ સાંજે 8 વાગ્યા સુધી ડીપ સ્ક્રીનીંગ અને ટ્રેક જાળવણી કાર્ય માટે બંધ રહેશે.

આ સમયગાળા દરમિયાન રોડ લોકો કેડિલા બ્રિજ અને GIDC રોડ ઓવર બ્રિજ (ROB) (વટવા સ્ટેશનની ઉત્તર બાજુ) દ્વારા મુસાફરી કરી શકશે.