Gujarat

સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ પર આવેલ ડોક્ટર હાઉસ જેવા વિસ્તારોમાં કે જ્યાં શહેરના નામાંકિત તબીબો જેવા કે ડો. વડેરા સાહેબ, ડો. પીપળીયા સાહેબ ડો. રાવળ સાહેબ ડો. રાજપુરા સાહેબ, ડો. ધોળકિયા સાહેબ જેવા ખ્યાતનામ તબીબોની હોસ્પિટલો આવેલ છે. આ રસ્તે ગટર ઉભરાવાની સમસ્યાનું નિવારણ કરવા સાવરકુંડલા નગરપાલિકાએ કમર કસી

સાવરકુંડલા મહુવા રોડ વિસ્તારમાં આવેલ
ડોક્ટર હાઉસની ગટર સાફ કરવાની કામગીરી કરવામાં આવેલ
વર્ષો જૂનો ડોક્ટરની ગટરનો પ્રશ્ન અવારનવાર બનતો હોવાથી વોર્ડ નં. ૭ ના પ્રતિનિધિ સોહિલ શેખને પ્રશ્નની જાણ થતાં પાલિકા તંત્રને રજૂઆત કરતા તાત્કાલિક નિરાકરણ આવ્યું.
આ ગટર ઉભરાવાના પ્રશ્નને લઈ મહુવા રોડ પર આવેલ ખાણી પાણીના
ધંધાર્થીઓ પર ચીફ ઓફિસર દ્વારા કરવામાં આવી કાર્યવાહી
મહુવા રોડ પર આવેલ વિવિધ ખાણી પીણીના દુકાનદારોના ગટર કનેક્શનો પાલિકા તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યા હતા
અગાઉ આ રેસ્ટોરન્ટના માલિકોને નોટિસો આપવામાં આવેલ હોવા છતાં,
વેસ્ટેજ ફૂડ ગટરમાં નાખવાનું બંધ ન કરતા આ કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવેલ હતી.
આ ગટર કનેકશન ચાલુ કરાવવા માટે રેસ્ટોરન્ટ માલિકો આગળ શું કરશે તે જોવાનું રહ્યું
સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ પર આવેલ ડોક્ટર હાઉસ તરીકે ખ્યાતિ ધરાવતા વિસ્તારમાં કે જ્યાં શહેરના નામાંકિત તબીબોની હોસ્પિટલ આવેલી છે એ વિસ્તારમાં ગટર ઉભરાવાનો પ્રશ્ર્ન માથાના દુખાવા સમાન બની ગયો હતો જે સંદર્ભે સાવરકુંડલા નગરપાલિકા દ્વારા એનો હાલ પૂરતો નિવારણ કરવામાં આવેલ છે. અને સાવરકુંડલા શહેરની ગટર યોજનામાં આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે એમ સાવરકુંડલા નગરપાલિકા ચીફ ઓફિસર બોરડ સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું હતું. હાલ આ વિસ્તારમાં આ ગટર ઉભરાય નહીં તે માટેની કામગીરી હાથ ધરી છે.
 
ગટર ઉભરાવાના કારણો સંદર્ભે તેના યોગ્ય નિકાલ માટે ચક્રો ગતિમાન થયા છે. આ સંદર્ભ સેનિટેશન ઇન્સ્પેક્ટર ભૂપતભાઈએ પણ હવે ગટરનું કાયમી સોલ્યુશન લાવવા માટે હોમવર્ક શરૂ કર્યું છે
બિપીન પાંધી સાવરકુંડલા