Gujarat

છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના મુખ્ય અતિથિ સ્થાને કસ્તુરબા ગાંધી બાલિકા વિધાલય ગમાન ફળિયા ઝોઝ ખાતે સપ્તરંગી સરગમ કાર્યક્રમ – 2025 વાર્ષિક દિવસની ઉજવણી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

સરકારના સમગ્ર શિક્ષા પ્રોજેક્ટ અન્વયે કન્યા કેળવણીને ઉતેજન આપવા અને કન્યાઓને અધવચ્ચે થી પોતાનું ભણતર છોડી ના દે અને પોતાના પગભર થાય તે માટે પરિવારથી દૂર રહી હોસ્ટેલમાં  અભ્યાસ કરતી કન્યાઓ માટે કેજીબીવી એક આશીર્વાદ સમાન છે.
તેમનામાં પડેલી સુષુપ્ત શક્તિઓ બહાર લાવવા યોજાયેલ કાર્યક્રમમાં કન્યાઓ દ્વારા ખૂબ સરસ કૃતિઓ રજૂ કરવામાં આવેલી કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી , જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી,જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ છોટાઉદેપુર અને તાલુકા સંઘના હોદેદારો ,કન્યાઓના વાલીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ કલેકટર ગાર્ગી જૈન દ્વારા કન્યાઓએ શિક્ષણમાં ખુબ રસ લઈ અભ્યાસ કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર