Gujarat

રાજકોટ શહેર ગાંજાના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી SOG શાખા.

રાજકોટ શહેર ગાંજાના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી SOG શાખા.

રાજકોટ શહેર તા.૫/૩/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટીકસ પદાર્થોનું વેચાણ અટકાવવા “SAY NO TO DRUGS” મિશન અંતર્ગત નાર્કોટીકસ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા ઇસમો વિરુધ્ધ કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય, જે સૂચના અન્વયે SOG શાખાના I/C P.I એન.વી.હરીયાણી ના માર્ગદર્શન હેઠળ ASI રાજેશભાઇ બાળા, ઉપેન્દ્રસિંહ ઝાલા નાઓની સંયુકત બાતમી આધારે રાજકોટ શહેર અક્ષર માર્ગ મેઇન રોડ ગૌતમનગર શેરીનં-૩ ખાતેથી ગાંજાના જથ્થા સાથે ઇસમને પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરી માલવીયાનગર પો.સ્ટે.માં ગુન્હો નોંધાવવામા આવેલ છે. તરની અબેલ સુના ઉ-૨૫ રહે.ગણપતપરા પાલીગામ જી.બલાંગીર (ઓડીસ્સા), માદક પદાર્થ ગાંજો ૭.૯૩૫ કિ.ગ્રામ કિં.૭૯,૩૫૦ તથા મોબાઈલ, રોકડ મળી કુલ કિ.૮૫,૦૫૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250305-WA0048.jpg