Entertainment

દીપિકા પાદુકોણ હવે સંદિપ રેડ્ડી વાંગાની ફિલ્મમાં પ્રભાસ સાથે જાેવા મળશે

અભિનેત્રી દીપિકા પાદુકોણ દ્વારા થોડા દિવસ અગાઉ સુપરસ્ટાર શાહરૂખ ખાન સાથેની ‘કિંગ‘ સાઇન કરી છે. હવે અપડેટ આવી છે કે, તે સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ ‘સ્પિરિટ‘માં પ્રભાસ સાથે જાેડી જમાવવાની છે. ‘એનિમલ‘ સહિતની ફિલ્મો બનાવી ચૂકેલા સંદિપ રેડ્ડી વાંગા સાથે તેની આ પહેલી ફિલ્મ હશે.

આ સાથે દીપિકાએ ૨૦૨૬ના અંત સુધીમાં પોતાની ડેટ્સ પેક કરી લીધી છે. ‘કિંગ‘ અને ‘સ્પિરિટ‘ ઉપરાંત તે એક વધુ મેગા બજેટ ફિલ્મ માટે વાતચીત કરી રહી છે. જાેકે તેણે એ ફિલ્મ હજી સુધી સાઇન કરી નથી.

આ બાબતે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, અગાઉ સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મનું શૂટિંગ ૨૦૨૪ના અંતમાં શરૂ કરવાની યોજના હોવાથી દીપિકાએ આ ઓફર સ્વીકારી નહોતી. પરંતુ ફિલ્મના શેડયુલમાં ફેરફાર થવાથી ફરી ફિલ્મમેકર્સ દ્વારા દીપિકાનો સંપર્ક કર્યો હતો અને તે સહમત પણ થઇ ગઇ છે. દીપિકા આ ફિલ્મનો એક મહત્વપૂર્ણ હિસ્સો હશે. ફિલ્મમાં મહિલાના પાત્રને વિશેષ રીતે લખવામાં આવ્યું છે અભિનેત્રીને પોતાનું પાત્ર પસંદ પડયું છે. તે સંદીપ રેડ્ડી વાંગા સાથે કારકિર્દીમાં પ્રથમ વખત કામ કરવા ઉત્સાહિત છે.