મ્હે.ભાવનગર રેન્જ આઇ.જી. શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં નાસ્તા ફરતા આરોપીઓ તથા ગુન્હાના કામે સજા પામેલ આરોપીઓને પકડી પાડવા માટે સુચના આપેલ હોય જે અન્વયે મ્હે. અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત સાહેબનાઓએ અમરેલી જીલ્લામાં નાસ્તા-ફરતા આરોપીઓ, પેરોલ જંપ કેદીઓ તથા ગુન્હાના કામે સજા પામેલ આરોપીને પકડી પાડવા માટે જરૂરી સુચના આપેલ હોય જે અનુસંધાને સાવર કુંડલા ડીવીઝનના મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી વલય વૈધ સાહેબનાઓ દ્વારા પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય.
જે અન્વયે રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.એમ.કોલાદરા સાહેબની સુચના તથા માર્ગદર્શન હેઠળ રાજુલા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડને મળેલ ચોક્કસ બાતમી હકિકત આધારે નામદાર શ્રી મ્હે.એડીશનલ સીવીલ જજ અને જ્યુ મેજી ફ.ક.સા.ની કોર્ટ અમરેલીના ફોજદારી કેસ નં.૯૨૦/૨૦૧૩ IPC કલમ ૩૩૨,૧૮૬ મુજબના ગુન્હાના કામે નામદાર સેશન કોર્ટ અમરેલી દ્વારા સજાનો હુકમ તા.૧૧/૦૫/૨૦૨૩ ના રોજ કરેલ હોય અને આરોપીનુ સજા વોરંટ ઇસ્યુ થયેલ હોય જે સજા પામેલ આરોપી છેલ્લા બે વર્ષથી સજાના કામે ધરપકડ ટાળવા નાસતો ફરતો હોય જે આરોપીને સોક્કસ બાતમી આધારે પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપીની વિગત-
(૧) જીતુભાઇ મગનભાઇ સોલંકી ઉ.વ.૪૦ ધંધો.મજુરી રહે.રાજુલા,તત્વજ્યોતિ મંદિરપાસે હાલ.લીલાપીરની ધાર તા.રાજુલા જી.અમરેલી
( કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી-
રાજુલા પો.સ્ટેના પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.એમ.કોલાદરા સાહેબની સુચના અને માર્ગદર્શન નીચે સર્વેલન્સ સ્કોડના અના.એ.એસ.આઇ. મધુભાઇ નથુભાઇ પોપટ તથા હેડ કોન્સ. હરપાલસિંહ વિક્રમસિંહ ગોહિલ તથા હેડ કોન્સ. હરેશભાઇ નાનજીભાઇ બાંભણીયા તથા હેડ કોન્સ. મનુભાઇ રામભાઇ માંગાણી તથા પો.કોન્સ. મહેશભાઇ ગણેશભાઇ બારૈયા તથા પો.કોન્સ. રવિરાજભાઇ બાબુભાઇ વરૂ દ્રારા કરવામાં આવેલ છે.
રીપોર્ટર :વિક્રમ સાખટ અમરેલી