પવિત્ર અધિક માસ (પુરુષોત્તમ માસ) નિમિત્તે અમરેલીના શ્રી સોરઠીયા દરજી સમાજ દ્વારા સમૂહ ભોજન તથા ભક્તિભાવપૂર્ણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સમાજના મોટી સંખ્યામાં જ્ઞાતિજનોએ ઉપસ્થિત રહી ધાર્મિક અને સામાજિક એકતાનો સુંદર સંદેશ આપ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન ગીત-સંગીત અને ભક્તિભજનોની રમઝટ જામી હતી, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ઉપસ્થિત સૌએ કાર્યક્રમનો આનંદ માણ્યો હતો.

આ પ્રસંગે સમાજના વડીલોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ સમૂહ ભોજનના મુખ્ય દાતા શ્રી હરેશભાઈ ચૌહાણનું સમાજ તરફથી શાલ અને સન્માનપત્ર અર્પણ કરી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

સમાજના આગેવાનો દ્વારા આવા કાર્યક્રમો સમાજમાં એકતા, સંસ્કાર અને પરસ્પર સ્નેહભાવ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા હોવાનું જણાવાયું હતું. કાર્યક્રમના અંતે સમૂહ ભોજનનો લાભ લઈ સૌએ આયોજકો અને દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
“એકતા, સંસ્કાર અને સેવાભાવનું સુંદર ઉદાહરણ – શ્રી સોરઠીયા દરજી સમાજ, અમરેલી.”
રિપોર્ટ. વિપુલ મકવાણા અમરેલી

