જામનગર મહાનગરપાલિકા સ્વચ્છતા સર્વેક્ષણમાં કરોડો રૂપિયાનો ધુમાડો કરી રહી છે, તો બીજી તરફ તંત્ર અને કોન્ટ્રાક્ટરની લાપરવાહીથી નાગરિકોના આરોગ્ય સામે મોટું જોખમ ઊભું થયું છે.
શહેરમાં ડોર-ટુ-ડોર કચરો એકત્રિત કરવા નીકળેલી ગાર્બેજ ગાડી પર ખુલ્લામાં પીઝાના રોટલા મૂકીને કચરો ભરાતો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેણે મનપાના દાવાઓની પોલ ખોલી નાખી છે.
માખીઓ, મચ્છરો અને ગંદકી વચ્ચે આ રીતે ખુલ્લામાં ખાદ્યસામગ્રી અને કચરાનું વહન થવાથી ગંભીર રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે.
સફાઈ કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટર દ્વારા આરોગ્યના નિયમોનો સરેઆમ અનાદર કરાતો હોવાનો આક્ષેપ થઈ રહ્યા છે. મનપાના અધિકારીઓની નિષ્ક્રિયતાના કારણે કોન્ટ્રાક્ટરોને બેદરકારી દાખવવાની છૂટ મળી ગઈ છે.

