Gujarat

તળાજાના દકાનામાં ₹38 હજારનો દારૂ ઝડપાયો

ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ તળાજા તાલુકાના દકાના ગામેથી ₹38,010 ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે બાવળની કાંટ અને જમીનમાં દાટેલી હાલતમાં કુલ 348 બોટલો જપ્ત કરી છે.

LCB ની ટીમે બાતમીના આધારે ગેલઅંબે માતાજીના મંદિર પાછળ વેણકામાં આવેલી બાવળની કાંટમાં રેડ કરવામાં આવી હતી.પોલીસે સ્થળ પર તપાસ કરતા કોઈ વ્યક્તિ હાજર મળી આવ્યો ન હતો. જોકે, બાવળની કાંટમાં એક મોટો કંતાનનો થેલો અને જમીનમાં દાટેલી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.

જપ્ત કરાયેલા દારૂના જથ્થામાં Global Spirit Green Premium Whisky ની 180 એમ.એલ.ની 274 બોટલ, Royal Challenge Premium Deluxe Whisky ની 71 બોટલ અને Magic Moment ની 3 બોટલનો સમાવેશ થાય છે. પોલીસે કુલ 348 બોટલ કબજે કરી હતી.

પોલીસના જણાવ્યા મુજબ, આ દારૂનો જથ્થો દકાના ગામના પુનાભાઈ મનાભાઈ મકવાણાના કબજામાં હોવાની બાતમી હતી, પરંતુ રેડ દરમિયાન તેઓ સ્થળ પર હાજર મળ્યા ન હતા. આ મામલે પોલીસે પ્રોહિબિશન એક્ટની કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.