Gujarat

ભાવનગરમાં લટ્ઠાકાંડ બાદ રાજ્ય પોલીસ વડાના આદેશથી બનાસકાંઠા પોલીસ એક્શનમાં

બનાસકાંઠા પોલીસ વિભાગે બે દિવસમાં ૨૯૮ આરોપી સામે કડક કાર્યવાહી

આ અઠવાડિયે ભાવનગરમાં થયેલ લઠ્ઠાકાંડના પ્રત્યાઘાતો સમગ્ર રાજ્યમાં જાેવા મળ્યો છે જેમાં રાજ્યના પોલીસ વડાના કડક આદેશ ગુજરાત ભરમાં પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગુજરાત ડી.જી.પી.ના આદેશ બાદ પ્રોહીબીશનની રાજવ્યાપી ડ્રાઈવના અનુસંધાને બનાસકાંઠા જીલ્લાના દેશી-વિદેશી દારૂની હેરાફેરી, વેચાણ, ઉત્પાદન કરતા કુખ્યાત બુટલેગરો સામે પોલીસે તવાઈ બોલાવી છે, અને અડ્ડાઓ ઉપર દરોડાઓ પાડી દેશી-વિદેશી દારૂના કુલ ૨૯૬ કેસ કરી રૂપિયા ૯,૫૩,૬૪૬ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.આમ બનાસકાંઠા જિલ્લામાં બે દિવસમાં કુલ ૨૯૮ આરોપીઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી રાજય સરકારની દારૂબંધી પ્રત્યે જીરો ટોલરન્સ નીતિને લઈ કડક કાર્યવાહી કરવામાં આવી છે.

બનાસકાંઠા રેન્જ અને જિલ્લા પોલીસ વડાની સૂચનાને પગલે પાલનપુર તેમજ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોમાં અલગ-અલગ ટીમોની રચના કરવામાં આવી છે, જે બાદ એલ.સી.બી.,પાલનપુર અને સ્થાનિક પોલીસ દ્રારા બનાસકાંઠા જીલ્લામાં ચોરી છુપીથી દારૂની હેરાફેરી, વેચાણ તેમજ ઉત્પાદન કરતા જિલ્લાના કુખ્યાત બુટલેગરો ઉપર ઓચીંતી રેડ કરી, કેસો શોધી કાઢી, તેમના સામે પ્રોહીબીશન કાયદા હેઠળ કડક કાર્યવાહી કરવા આયોજન કરાયું હતું. જે આયોજન હેઠળ છેલ્લા બે દીવસમાં બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્રારા કુખ્યાત બુટલેગરો ઉપર રેડ કરી કુલ ૨૯૬ દેશી અને વિદેશી દારૂના ગુનાઓ શોધી કાઢી બુટલેગરો સામે કડક કાર્યવાહી કરાઈ છે.

બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્રારા બનાસકાંઠા જિલ્લાની અલગ-અલગ ટીમો દ્રારા જિલ્લાના કુખ્યાત બુટલેગરો ઉપર ક્રોસ રેડ કરી દારૂની ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર બંદ થાય તે રીતે અસરકારક કામગીરી શરૂ કરવામાં આવી છે.

ભાવનગર લઠ્ઠાકાંડ બાદ પોલીસ એક્શન મોડમાં

મહત્વપૂર્ણ છે કે, ભાવનગર લઠ્ઠાકાંડમાં નવ લોકોના મોત થયા બાદ હવે ગુજરાત ભરમાં ગેરકાયદેસર દારૂના વેચાણ પ્રવૃત્તિઓ સામે પોલીસે કડકાઈ રાખવી છે, પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને દારૂ બનાવવાના સ્થળો ઉપર રેડ કરવામાં આવેલી છે અને બુટલેગરોને ઝડપી અને તેમના સામે પ્રોહીબિશન હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

તો બીજી તરફ પોલીસ અને વર્તમાન સરકાર સામે આક્ષેપો કરી વિરોધ પક્ષ દ્વારા આક્રમક તેવર બતાવવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં પણ ભાવનગર લઠ્ઠાકાંડ બાદ જન આક્રોશ જાેવા મળી રહ્યો છે ત્યારે પોલીસ પણ હવે જાણે એક્શનમાં આવીને બુટલેગરો સામે તવાઈ બોલાવતી હોય તે પ્રકારે કાર્યવાહી જાેવામાં આવી રહી છે, જાેકે લોકોનું કહેવું છે કે, આ કાર્યવાહી પોલીસ દ્વારા રેગ્યુલર રાખવામાં આવે તો ગુજરાતમાં દારૂબંધીની સાચા અર્થમાં અમલવારી થાય અને ક્યાંક દારૂ ઉપર અંકુશ આવી શકે તેમ છે.