જામનગર જિલ્લાના લાલપુરમાં નિવૃત્ત કર્મચારીની હત્યા કરી 11.48 લાખની લૂંટના કેસમાં પોલીસે મુખ્ય આરોપી અક્ષય મોયડા અને ઘરકામ કરતી સગીરાની અટકાયત કરી છે.પોલીસે આજે બંને આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું. આ કાર્યવાહી જોવા માટે લોકોના ટોળા એકઠા થયા હતા. જેને કારણે સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો. પોલીસે લૂંટની રકમ પાછી મેળવવા જેવા મુદ્દે વધુ તપાસ શરૂ કરી છે.

