જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં એક જ દિવસમાં આશરે 250 વાહનો મારફતે 17 હજાર ગુણી મગફળી આવી હતી. દિવાળી વેકેશન પહેલાં ખેડૂતો મગફળી વેચવા મોટી સંખ્યામાં યાર્ડ પહોંચ્યા હતા.

સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો અહીં મગફળી વેચવા આવે છે. મગફળીના પોષણક્ષમ ભાવ મળતા હોવાથી યાર્ડમાં આવક વધી હતી. દિવાળીના વેકેશનને કારણે 7થી 13 નવેમ્બર સુધી યાર્ડમાં રજા રહેશે. એ પહેલાં જથ્થો પહોંચાડવા ખેડૂતોનો ધસારો થયો હતો.

