Gujarat

નાદેજમાં એકજ દિવસમાં 300 વિધવા લાભાર્થીઓની હયાતી KYC કરાઈ

વિધવા સહાય હયાત લાભાર્થીઓની હયાતી માટે ગ્રામ પંચાયતમાં દસક્રોઈ મામલતદાર આદેશ મુજબ નાદેજના તલાટી તેજસ પટેલ અનેરિધ્ધીબેન ભાવસાર દ્વારા નાદેજ ગ્રામ પંચાયતમાં વિશેષ કેમ્પનું આયોજન થયુ હતુ જેમાં એકજ દિવસમાં 300 થી વધુ લાભાર્થીની હયાતી કરાઈ હતી. કેમ્પના પગલે લાભાર્થીઓની લાઈનો લાગેલી અને 300 લાભાર્થીઓની સફળ કેવાયસી કરાઈ હતી. 31 જુલાઈ સુધી ગુજરાત સરકાર ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ વિધવા લાભાર્થીઓને સહાય મળી રહી છે તેઓની સહાય ચાલુ રાખવા હયાતી માટે મામલતદાર કચેરી આધારકાર્ડ તેમજ મોબાઈલ જવા સૂચના અપાઈ છે.

પરંતુ અસહ્ય ગરમીમાં વિધવા મહિલાઓને વાહનોમાં,ભાડુ ખર્ચી મામલતદાર કચેરી સુધી આવવું ન પડે માટે દસક્રોઈ મામલતદાર તેમજ ટીડીઓ દ્વારા ગ્રામ પંચાયત તલાટી અને કમ્પ્યુટર ઓપરેટરને ગ્રામ પંચાયતમાં વિશેષ કેમ્પનું આયોજન કરવા સૂચના અપાઈ છે. દસક્રોઈ મામલતદાર ના વિશેષ કેમ્પની સુચનના પગલે ગ્રામ પંચાયત મા સુવિધા શરૂ થતાં લાભાર્થીઓને રાહત થઈ છે.મતદાનની જેમ લાઈનો લાગે છે .મામલતદાર સમયાંતરે કેમ્પર તલાટી પાસેથી પૂછપરછ કરી કેમ્પ પર નજર રાખી રહ્યા છે.