જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેઘપર (પડાણા) ગામમાં પોલીસે ભાડાના રૂમમાં દરોડો પાડીને 40.06 ગ્રામ હેરોઈન સાથે પંજાબના બે શખ્સોની ધરપકડ કરી છે. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત ₹8,91,700 છે.
પોલીસને મળેલી બાતમીના આધારે કેનેરા બેંક પાછળ આવેલા રૂમ નંબર 101માં દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યાંથી મનજીતસિંઘ અને ચમકુરસિંઘ પાસેથી ₹8,81,200ની કિંમતનો હેરોઈન સહિતનો જથ્થો મળ્યો હતો. અન્ય મુદ્દામાલ સાથે કુલ ₹8,91,700નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.
બંને સામે મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની કલમ 8(C), 21(B) અને 29 હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસ તપાસમાં પંજાબના બઘેલસિંઘનું નામ સામે આવ્યું છે. તે હજી પકડાયો નથી.

