માણાવદરની લોહાણા મહાજન વાડી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને શ્રી જલારામ ચેરિટેબલ ટ્રસ્ટે સંયુક્ત રીતે રક્તદાન કેમ્પ યોજ્યો. કેમ્પમાં એકત્ર થયેલું રક્ત થેલેસેમિયા પીડિત બાળકોની સારવાર માટે અપાશે.

કાર્યક્રમની શરૂઆત આમંત્રિત મહેમાનો અને હોદ્દેદારોએ દીપ પ્રગટાવીને કરી હતી. વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા ઉપપ્રમુખ સુરેશભાઈ મેલવાણી, જલારામ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ વિજયભાઈ મશરૂ અને જિલ્લા ભાજપ મહામંત્રી રવિભાઈ બાલાસરા ઉપસ્થિત રહ્યા હતા.

