Gujarat

પાણીધ્રા અને રેવદ્રા ગામ વચ્ચે રૂ.1.56 કરોડના ખર્ચે સિમેન્ટ રોડનું નિર્માણ થશે

માળીયાહાટીના તાલુકાના પાણીધરા ગામથી કેશોદ તાલુકાના રેવદ્રા ગામ સુધીનો અંદાજે દોઢ કિલોમીટર લાંબો રસ્તો વર્ષોથી બિસ્માર અને ધૂળિયાળો હોવાથી વાહનચાલકો તથા ગ્રામજનો ભારે હાલાકી ભોગવી રહ્યા હતા. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને વિસ્તારના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા દ્વારા ₹1.56 કરોડના ખર્ચે નોન-પ્લાન સિમેન્ટ રોડ મંજૂર કરાવવામાં આવ્યો છે. રોડના નિર્માણ કાર્યનું શાસ્ત્રોક્ત વિધિ અનુસાર શ્રીફળ વધેરી પૂજા-અર્ચના સાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

રોડનું કામ શરૂ થતાં પાણીધરા, રેવદ્રા સહિત આસપાસના ગામોના લોકોમાં આનંદની લાગણી ફેલાઈ છે. પ્રસંગે ખોડુભાઈ સિંધવ, સરપંચ હરેશભાઈ ડાભી, ઉપસરપંચ અશોકભાઈ કરગઠિયા, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ કાનભાઈ જોટવા, સામાજિક કાર્યકર મહેશભાઈ પરમાર, દિલીપભાઈ કરગઠિયા, પીખોરના સરપંચ મગનભાઈ પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા.