Gujarat

મહુવાના મિયાપુરમાં આતંક મચાવનાર દીપડો પાંજરામાં પુરાયો

સુરત જિલ્લાના મહુવા તાલુકાના મિયાપુર ગામે છેલ્લા ઘણા દિવસોથી આતંક મચાવનાર દીપડો આજે વહેલી સવારે વન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલા પાંજરામાં ઝડપાઈ ગયો હતો. દીપડો પકડાતા સ્થાનિક ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. છેલ્લા કેટલાક દિવસોથી આ દીપડો ગામની આસપાસના સીમ વિસ્તાર અને રહેણાંક વિસ્તારોમાં સતત જોવા મળતો હતો. જેના કારણે સ્થાનિક ખેડૂતો અને રહીશોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો.

દીપડાના ત્રાસથી મુક્તિ મેળવવા માટે ગ્રામજનોએ વન વિભાગને લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી. ગ્રામજનોની ફરિયાદને ગંભીરતાથી લઈ વન વિભાગની ટીમે દીપડાની અવરજવરવાળા વિસ્તારમાં પાંજરું ગોઠવ્યું હતું.

આજે વહેલી સવારે ખોરાકની શોધમાં આવેલો દીપડો પાંજરામાં ફસાયો હતો. દીપડો પકડાયાના સમાચાર વાયુવેગે ગામમાં ફેલાતા જ તેને જોવા માટે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.