Gujarat

જામનગરના મહેન્દ્રસિંહ વાઢેરની ધરપકડ; કાર સહિત રૂ.5.05 લાખનો મુદ્દામાલ કબજે

જામનગર જિલ્લાના મેઘપર (પડાણા) પોલીસે ઝાંખર ગામમાં પુલના કામ પાસે વિદેશી દારૂ ભરેલી મારુતિ સુઝુકી સ્વિફ્ટ કાર ઝડપી હતી. કારમાંથી દારૂની 216 બોટલ મળી હતી. પોલીસે કાર અને દારૂ સહિત રૂ.5,05,816નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

દારૂની બોટલોની કિંમત રૂ.1,05,816 અને સ્વિફ્ટ કારની કિંમત રૂ.4 લાખ છે. આ કેસમાં જામનગરના કૃષ્ણનગર, શેરી નંબર 5માં રહેતા 21 વર્ષના મહેન્દ્રસિંહ ગુમાનસિંહ વાઢેરની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં દારૂ મોકલનાર તરીકે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના કેતનભાઈ પરમારનું નામ સામે આવ્યું છે. દારૂ ખરીદનાર તરીકે લાલપુર તાલુકાના સિંગય ગામના ઇશ્વરસિંહ વાઢેરનું નામ સામે આવ્યું છે. બંનેને પકડવાના બાકી છે. આરોપી સામે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.