Gujarat

જામનગર એસીબીએ સતર્કતા સપ્તાહમાં જાગૃતિ કાર્યક્રમો યોજ્યા

ગુજરાત રાજ્યના લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (ACB), અમદાવાદના માર્ગદર્શન હેઠળ જામનગર એસીબી પોલીસ સ્ટેશને ‘સતર્કતા જાગૃતિ સપ્તાહ-2026’માં ભ્રષ્ટાચાર સામે જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો યોજ્યા હતા.

જામનગર એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર. ગોહિલના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓમાં નૈતિક મૂલ્યો અને પ્રામાણિકતા કેળવવા પ્રવૃત્તિઓ યોજાઈ હતી.

જામનગરની એરફોર્સ સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે રમતગમત સ્પર્ધાઓ યોજાઈ હતી. ન્યુ સ્કૂલ જામનગર સહિત જિલ્લાની વિવિધ શાળાઓમાં ‘રાષ્ટ્રની પ્રભુતામાં નાગરિકોની પ્રમાણિકતાનો ફાળો’ વિષય પર નિબંધ સ્પર્ધા યોજાઈ હતી.

સજુબા ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થિનીઓએ ભ્રષ્ટાચાર વિરોધી સૂત્રો સાથે જાગૃતિ રેલી કાઢી હતી. રેલી બાદ તેમને એસીબી કચેરીની મુલાકાતે લઈ જવાઈ હતી.