ગાંધીનગરના સ્વાગત હોલીડે મોલ પાસે સોશિયલ મીડિયાના માધ્યમથી પરિચયમાં આવેલા પ્રેમીએ યુવતીને ન્યૂડ ફોટા વાઇરલ કરવાની ધમકી આપી બળજબરીથી ગલીમાં ખેંચી જઈ બાહુપાશમાં જકડીને માર માર્યાની અને મારી નાખવાની ધમકી આપ્યાની ઘટના સામે આવી છે. આ મામલે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
ફરિયાદનો સો. મીડિયોથી આરોપી સાથે સંપર્ક થયો અમદાવાદમાં વયોવૃદ્ધ માતા-પિતા રહેતી 35 વર્ષીય યુવતીના લગ્ન વર્ષ 2023માં થયા હતા. પરંતુ પતિ સાથે મનમેળ ન હોવાના કારણે તે છૂટાછેડા માટેનો કેસ અમદાવાદ કોર્ટમાં લડી રહી છે. આ દરમિયાન ઓક્ટોબર, 2024માં સોશિયલ મીડિયાના માધ્યમથી મનન પાંડે નામના શખ્સ સાથે તેનો સંપર્ક થયો હતો. એ વખતે મનને પોતે ઓઢવ અમદાવાદમાં રહેતો હોવાનું અને આયુર્વેદિક ડૉક્ટર હોવાનું જણાવ્યું હતું.
યુવતીએ મળવાની ના પાડતા ધમકી આપી આમ બન્ને વચ્ચે પરિચય વધ્યા પછી પ્રેમ પાંગર્યો હતો અને બંનેએ પોતાની મરજીથી શારીરિક સંબંધ બાંધ્યા હતા. છ મહિના સુધી સંબંધો સારા રહ્યા બાદ એક દિવસ યુવતીએ મળવાની ના પાડતા પ્રેમી મનન પાંડેએ તેના ન્યૂડ ફોટા અને વીડિયો બનાવી લીધા હોવાનું જણાવી વાઇરલ કરવાની ધમકી આપી હતી.
પોલીસમાં અરજી થતા માફી માગી ફોટો ડિલિક કરવા કહ્યું આ ન્યૂડ ફોટા વીડિયો વાઇરલ થવાની દહેશત ઉભી કરી આરોપી છેલ્લા એક વર્ષથી યુવતીને અવારનવાર માનસિક ત્રાસ આપતો હતો તથા પોતાની માગણી મુજબ ફરીથી ન્યૂડ ફોટા મંગાવતો રહેતો હતો. આ મામલે અગાઉ અમદાવાદ શહેર મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી કર્યા બાદ આરોપીએ માફી માગી વીડિયો ડિલિટ કરવાની બાહેધરી આપતા સમાધાન થયું હતું. પરંતુ થોડા સમય બાદ તેણે ફરીથી હેરાનગતિ શરૂ કરી હતી.

