જામનગરમાં વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. આ કેમ્પ 14 જૂનના રોજ યોજાયો હતો. સંસ્થાના ચેરમેન ડૉ. અવિનાશભાઈ ભટ્ટ, ગોવા શિપયાર્ડના ડાયરેક્ટર હસમુખભાઈ હિંડોચા, સાશીભાઈ પુંજાણી, જૈવિન પુંજાણી, વિઠ્ઠલભાઈ ધોળકિયા, ભીંડી સાહેબ, ભાવનાબેન, નિકુલદાન ગઢવી અને ભાર્ગવ ઠાકર સહિતની ટીમે કાર્યક્રમના સફળ સંચાલનમાં સહભાગીતા નોંધાવી હતી.

