Gujarat

લાલપુરમાં PGVCLના નિવૃત કર્મચારીની હત્યાનો કેસ

લાલપુરના હોસ્પિટલ રોડ પર PGVCLના નિવૃત કર્મચારી મનસુખભાઈ વાછાણીની લૂંટના ઇરાદે હત્યા કરવામાં આવી હતી. પોલીસે આ કેસમાં મુખ્ય આરોપી અક્ષય મોયડાને ઝડપી પાડ્યો છે. તેની પાસેથી 11 લાખ 48 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

મનસુખભાઈની હત્યા કરાયેલી લાશ ઘરમાંથી મળી હતી. રોકડ અને દાગીનાની લૂંટ થઈ હતી. ઘરમાં કામ કરતી એક કિશોરી અને અક્ષય મોયડા સામે શંકા વ્યક્ત કરીને ગુનો દાખલ કરાયો હતો.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે અક્ષય અને કિશોરીએ જામનગરમાં લૂંટનો પ્લાન બનાવ્યો હતો. કિશોરીએ અક્ષયને ઘરમાં બોલાવીને હત્યા કરી લૂંટ ચલાવી હતી. આરોપી અક્ષય મોયડા અન્ય રાજ્યમાં ભાગી ગયો હતો. રેલવે પોલીસની મદદથી પુણેથી તેને પકડી પાડવામાં આવ્યો. પોલીસે તેની પાસેથી કુલ 11.48 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.