લાલપુર શહેરમાં જૈન સમાજના પવિત્ર પર્યુષણ પર્વનો પ્રારંભ થયો છે. આ પર્વ 8 થી 16 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ દરમિયાન જૈન સમાજ દ્વારા અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવ્યા છે.પર્યુષણ પર્વ સત્ય, અહિંસા, સંયમ અને સદાચારના માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે. ભગવાન મહાવીરના સિદ્ધાંતોને જીવનમાં ઉતારવા અને આત્મશુદ્ધિ માટે જપ, તપ, દાન તથા ક્ષમાયાચનાનું ખાસ મહત્વ છે.
લાલપુરના મેઇન બજારમાં આવેલા જૈન દેરાસરમાં પૂજા, આંગી, ભાવના, મંગળ દીવો, આરતી અને પ્રતિક્રમણ જેવા ધાર્મિક કાર્યક્રમો થઈ રહ્યા છે. ભગવાનની સુંદર ઝાંખી પણ તૈયાર કરવામાં આવી રહી છે. પર્યુષણ પર્વના આ કાર્યક્રમોમાં જૈન પરિવારો મોટી સંખ્યામાં શ્રદ્ધાભેર જોડાઈ રહ્યા છે.

