Gujarat

ઊંઝાના વૈજનાથ તળાવમાંથી માતા-પુત્રના મૃતદેહ મળ્યા

ઊંઝાના વૈજનાથ તળાવમાંથી આજે વહેલી સવારે માતા-પુત્રના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. મૃતકોની ઓળખ જોશી રતનબેન કલ્પેશભાઈ (ઉંમર આશરે 42 વર્ષ) અને તેમના પુત્ર જોશી આનંદ કલ્પેશભાઈ (ઉંમર 21 વર્ષ) તરીકે થઈ છે આ માતા-પુત્ર મૂળ વાવ-થરાદના તીર્થ ગામના વતની હતા અને હાલ ઊંઝામાં રહેતા હતા. તેઓ છેલ્લા બે દિવસથી ગુમ હોવાનું જાણવા મળ્યું છે.

સવારે આશરે 8 વાગ્યે ઊંઝા ફાયર સ્ટેશનને તળાવમાં બે મૃતદેહ તરતા હોવાની જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ ફાયર જવાનો હિતેન્દ્ર સોલંકી, મન ધોબી, કૃપાલ, દર્શન, સુહાસ અને કૌશલ સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ બંને મૃતદેહોને તળાવના ઊંડા પાણીમાંથી બહાર કાઢી હતી .ઊંઝા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.