Gujarat

સ્પેશિયલ મેરેજ કોર્ટના રજીસ્ટ્રારને સસ્પેન્ડ કરવા માંગ

વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય મંત્રી અને પાટીદાર સમાજ સહિતની સંસ્થાઓએ પત્ર લખ્યા

તાજેતરમાં જ અમદાવાદના ઘીકાંટા ખાતે સ્પેશિયલ મેરેજ રજિસ્ટ્રાર કોર્ટમાં હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવકના લગ્નનો મુદ્દો સામે આવ્યો હતો. રજીસ્ટ્રાર દ્વારા સત્તાનો ઉપયોગ કરી ખોટી રીતે લગ્ન નોંધણી કરવામાં આવતી હોવા અંગેના આક્ષેપો વિવિધ હિન્દુ સંગઠન દ્વારા કરવામાં આવ્યા હતા ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ અને વિવિધ સમાજની સંસ્થાઓ દ્વારા રાજ્યપાલ, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, ચીફ જસ્ટીસ અને કલેકટરને પત્ર લખીને રજીસ્ટ્રારને સસ્પેન્ડ કરવાની અને અત્યાર સુધીની તમામ લગ્ન નોંધણીની જીૈં્ દ્વારા તપાસ કરવાની એમ જ જાે તેમાં ગેરરીતિ જણાય તો કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે.

કેન્દ્રીય મંત્રીએ રાજ્યપાલથી લઇ ચીફ જસ્ટિસ સહિતના લોકોને પત્ર લખ્યો

વિશ્વ હિન્દુ પરિષદના ધર્મપ્રસાર વિભાગના કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર ભાવાણીએ રાજ્યપાલથી લઇ મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી ચીફ જસ્ટિસ સહિતના લોકોને પત્ર લખ્યો છે જેમાં તેમણે જણાવ્યું છે કે, ૦૩/૦૩/૨૦૨૬ના રોજ અમદાવાદ શહેરના ઘી કાંટા ખાતે આવેલી સ્પેશિયલ મેરેજ રજીસ્ટ્રાર કચેરીમાં મુખ્ય રજીસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા એમ.એમ.સૈયદ દ્વારા સત્તાનો દુરુપયોગ કરી ગેરરીતિથી લગ્ન નોંધણી કરાવવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે.

હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવકને વકીલના પહેરવેશમાં બોલાવી છાનામાના લગ્ન કરાવતો

મળતી માહિતી મુજબ મેરેજ રજીસ્ટ્રેશન માટે આવેલા હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવકને કચેરીના નિયમિત કાર્ય સમય પહેલા વકીલના પહેરવેશમાં બોલાવી છાનામાના લગ્ન નોંધણી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સામાન્ય રીતે કચેરીનો નિયમિત કાર્ય સમય સવારે ૧૧:૦૦ વાગ્યાથી શરૂ થાય છે તેમછતાં એમ.એમ. સૈયદ સવારે અંદાજે ૯:૦૦ વાગ્યે કચેરીમાં હાજર રહી આ કાર્યવાહી હાથ ધરતા હોવાનું જાણવા મળ્યું છે.

આ બાબતની જાણ થતા ત્યાં હાજર કેટલાક વકીલો દ્વારા આ મુદ્દાની ગંભીર નોંધ લેવામાં આવી હતી અને તેના વિરુદ્ધમાં હોબાળો પણ મચ્યો હતો. આ ઘટનાના કારણે સમાજમાં ભારે રોષ અને અવિશ્વાસનું વાતાવરણ સર્જાયું છે.

અગાઉ પણ ગેરકાયદેસર લગ્ન નોંધણી થઈ હોવાની શંકા

સરકારી અધિકારી તરીકે કાયદાનું પાલન કરાવવાની જવાબદારી ધરાવતા વ્યક્તિ દ્વારા પોતાની સત્તાનો દુરુપયોગ કરી ગેરરીતિથી કાર્યવાહી કરવામાં આવે તે અત્યંત ગંભીર બાબત છે. આ ઘટના પરથી એવી શંકા પણ વ્યક્ત થાય છે કે, અગાઉ પણ આવા પ્રકારની ગેરરીતિથી કેટલાય કેસોમાં પરિવારજનોની લાગણીઓ અવગણીને ગેરકાયદેસર રીતે લગ્ન નોંધણી કરવામાં આવી હોઈ શકે.

ઘટનાથી સંબંધિત કેટલાક પુરાવાઓનો નાશ કરાયાની શંકા પણ વ્યક્ત કરાઈ

આ ઉપરાંત એવી પણ માહિતી સામે આવી છે કે, આ લગ્ન નોંધણી પ્રક્રિયા દરમિયાન “વસીમ” નામનો એક શખસ એમ.એમ.સૈયદની ઓફિસમાં હાજર હતો અને તેણે આ ઘટનાથી સંબંધિત કેટલાક પુરાવાઓનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો હતો તેવી શંકા વ્યક્ત કરવામાં આવે છે. તેથી તે વ્યક્તિ કોણ હતો, સરકારી કચેરીમાં તે કોની પરવાનગીથી હાજર હતો તેમજ શું તે સૈયદનો કોઈ વહીવટદાર કે સહયોગી છે કે નહીં તે બાબતે પણ તપાસ કરવામાં આવે માંગણી કરી છે.

વિવિધ સમાજની સંસ્થાઓ દ્વારા પણ જિલ્લા કલેકટરને કાર્યવાહી માટે પત્ર લખાયો

વિશ્વ હિન્દુ પરિષદ ઉપરાંત વિવિધ સમાજની સંસ્થાઓ દ્વારા પણ જિલ્લા કલેકટરને સ્પેશિયલ મેરેજ રજીસ્ટ્રાર વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પત્ર લખવામાં આવ્યા છે. પાટીદાર સમાજની મોટી સંસ્થાઓ એવી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, ખોડલધામ, સરદાર પટેલ ગ્રુપ (જીઁય્), અડતાલીસ કડવા પાટીદાર સમાજ (વઢીયાર વિભાગ), તેર ગામ લેઉવા પટેલ સમાજ (દહેગામ), શ્રી બાવીસી સંપ્રદાય મોઢ ચતુર્વેદી બ્રાહ્મણ સમાજ તેમજ કેળવણી મંડળ સહિતના સમાજ દ્વારા પત્ર લખીને માંગણીઓ કરવામાં આવી છે.

હિન્દુ સમાજના પ્રતિનિધિ તરીકે કેટલીક માંગણીઓ કરવામાં આવી

મુખ્ય રજીસ્ટ્રાર એમ.એમ.સૈયદને તાત્કાલિક અસરથી ફરજમાંથી મોકૂફ કરવામાં આવે.

તેમની અત્યાર સુધીની તમામ લગ્ન નોંધણી પ્રક્રિયાની તપાસ કરવા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ ની રચના કરવામાં આવે અને તપાસમાં નીકળતા તમામ લોકો અને સંસ્થા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરશો.

તપાસ દરમિયાન જાે ગેરરીતિ અથવા સત્તાનો દુરુપયોગ સાબિત થાય તો તેમની સામે કાયદેસરની કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે.

આ ઘટનામાં સંડોવાયેલા વસીમ નામના વ્યક્તિની ભૂમિકા અંગે પણ વિગતવાર તપાસ કરી, જાે તે દોષિત હોય તો તેના વિરુદ્ધ કાયદાકીય પગલાં લેવામાં આવે.