Gujarat

પાલડીમાં પેસેન્જર લેવા ઊભેલી બસ ભડકે બળી

શહેરના પાલડી વિસ્તારમાં AMTS બસમાં આગ લાગવાની ઘટના બની હતી લાલ દરવાજાથી બાવળા તરફ જતી બસમાં પાલડી મહાલક્ષ્મી ચાર રસ્તા જૈન મર્ચન્ટ બસ સ્ટેન્ડ પાસે જ્યારે બસ પેસેન્જરને લેવા ઉભી રહી ત્યારે એન્જિનમાંથી અચાનક ધુમાડો નીકળ્યો હતો. તેથી ડ્રાઇવરે સમયસૂચકતા વાપરી તમામ પેસેન્જરને નીચે ઉતારી દીધા હતા. એન્જિનમાંથી આગ શરૂ થઈ ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બસમાં લાગેલી આગને પાણીનો મારો ચલાવી કાબૂમાં લીધી હતી. ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી.

છસ્જી રુટ ૩૫ની બસ લાલદરવાજાથી બાવળા તરફ જતી હતી. તે દરમિયાન પાલડીના જૈન મરચંટ બસ સ્ટેન્ડ પર પેસેન્જર લેવા ઊભી રાખવામાં આવી હતી. બસના એન્જિન બોનેટમાંથી અચાનક ધુમાડો આવવા લાગતા કંડક્ટરે બસના પ્રવાસીઓ ઊતારી દીધાં હતા. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. બસ ડ્રાઈવરે ઇગ્નિશન સ્વીચ અને મેઈન સ્વીચ બંધ કરી પણ આગ ચાલુ થઈ ગઈ હતી. ફાયર એક્સટિંગ્વિશરથી આગ બુઝાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પાછળ આવતી બસોમાંથી પણ ફાયર એક્ષ્ટીંન્ગ્યુશર કાઢી આગ ઓલવવાનો પ્રયત્ન કર્યો હતો.

ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવીને આગને બુજાવી દીધી હતી. બસમાં આગળનો શો, એન્જિન, રૂફ સિલીંગ તેમજ આગળની ૪ સીટો સળગી ગઈ હતી. બસમાં એન્જિનમાં આગ લાગવાની ઘટના બની હતી. એલિસબ્રિજ વિધાનસભાના ધારાસભ્ય અમિત શાહને જાણ થતા તેઓ પણ ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા. આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી.