Gujarat

દૂધ સાગર ડેરીના વાઇસ ચેરમેન દશરથભાઈના હસ્તે ખુલ્લું મુકાયું, ગ્રામજનોને તાજા ઉત્પાદનો મળશે

વિજાપુર તાલુકાના લાડોલ ગામે અમૂલ પાર્લરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. દૂધ સાગર ડેરીના વાઇસ ચેરમેન દશરથભાઈના હસ્તે આ પાર્લર ખુલ્લું મુકાયું હતું.

આ પ્રસંગે લાડોલ શક્તિ પીઠના મહંત અશ્વિનભાઈ જાની, રણછોડજી ત્રિકમજી મંદિરના મહંત સીતારામદાસ મહારાજ, સરપંચ નીતાબેન પટેલ, દૂધ સાગર ડેરીના ડિરેક્ટર નારાયણભાઈ ચૌધરી અને બનેસિંહ પરમાર સહિત સમસ્ત ગ્રામજનો હાજર રહ્યા હતા.

આ પાર્લર ગ્રામજનોની સેવાના હેતુથી શરૂ કરાયું છે. અહીં અમૂલ, સાગર અને સહયોગ જેવી બ્રાન્ડના દૂધ, પનીર, ઘી, માખણ, છાશ, મીઠાઈ અને નમકીન જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓ તાજી, ઝડપી અને સરળ રીતે ઉપલબ્ધ થશે.