Gujarat

વિજાપુરના ફુદેડામાં વાડામાંથી 40 હજારની બાઈક ચોરાઈ

વિજાપુર તાલુકાના ફુદેડા ગામમાં એક યુવકના ઘરની આગળ આવેલા વાડામાંથી 40 હજાર રૂપિયાની મોટરસાઇકલ ચોરાઈ ગઈ છે. મજૂરી કામે ગયેલા યુવકની બાઈક ગાયબ થતા લાડોલ પોલીસે અજાણ્યા ચોર સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ, ફુદેડા ગામના અંકિતભાઈ જોરજીભાઈ કટારા (28) ખેતી અને મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ પોતાની હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલનો ઉપયોગ કરતા હતા. ગત 13 ઓક્ટોબર, 2026ના રોજ બપોરે લગભગ ચાર વાગ્યે અંકિતભાઈએ પોતાની કાળા રંગની 2024 મોડલની બાઈક ઘરની આગળ અનિલભાઈ પટેલના વાડામાં મૂકી હતી. તેઓ મજૂરી કામે ગયા હતા.

કામ પરથી પાછા ફર્યા ત્યારે વાડામાં બાઈક નહોતી. આસપાસ શોધખોળ કરવા છતાં તે મળી નહોતી. અંકિતભાઈએ 15 ઓક્ટોબરે ઓનલાઈન ઈ-એફઆઈઆર નોંધાવી હતી અને પછી લાડોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. ચોરાયેલી બાઈકનો રજિસ્ટ્રેશન નંબર GJ-20-BH-9676 છે.