Gujarat

જામનગરમાં અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન(એએમએ) દ્રારા એક્ઝિમ કોન્ક્લેવ 2026 યોજાયો

અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) દ્વારા જામનગરમાં એક્ઝિમ કોન્ક્લેવ 2026 યોજાયો. તેનો હેતુ જામનગરની ઔદ્યોગિક ક્ષમતાને વૈશ્વિક બજાર સાથે જોડવાનો અને ઉદ્યોગોને આંતરરાષ્ટ્રીય વેપારની નવી દિશાઓથી વાકેફ કરવાનો હતો.

જીઓજી-એએમએ સેન્ટર ફોર ઇન્ટરનેશનલ ટ્રેડે જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન, ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (QCI) અને એક્સિસ બેંકના સહયોગથી કોન્ક્લેવ યોજ્યો હતો. કાર્યક્રમ લોર્ડ્સ ઇકો ઇન, જીઆઈડીસી ફેઝ III, દારેડ, જામનગર ખાતે યોજાયો હતો. તેની થીમ ‘જામનગર બિયોન્ડ બોર્ડર્સ: ટ્રાન્સફોર્મિંગ ઇન્ડસ્ટ્રિયલ પોટેન્શિયલ ઇનટુ ગ્લોબલ માઇટ’ હતી.

જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનાં રીજનલ મેનેજર શોભના રાઠોડે ‘પાયોનિયરિંગ નેશનલ ગ્રોથ: ગુજરાત’સ ઇન્ડસ્ટ્રિયલ પોલિસી શેપિંગ ઇન્ડિયા’સ ગ્લોબલ ફૂટપ્રિન્ટ’ વિષય પર મુખ્ય પ્રવચન આપ્યું હતું.

જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ રમણીકભાઈ અકબરી, જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ રામજીભાઈ ગઢીયા અને અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના સિનિયર મેનેજર દિશાંક પંચાલે સ્વાગત પ્રવચન આપ્યું હતું.ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના એનએબીએલના ડેપ્યુટી ડાયરેક્ટર ચંદ્રકાંત સોલંકીએ ‘બેન્ચમાર્કિંગ ક્વોલિટી ફોર ગ્લોબલ ટ્રેડ: એનએબીએલ ટેસ્ટિંગ, પ્રીસિઝન મેટ્રોલોજી અને ઇન્ટરનેશનલ ઓડિટ્સ’ વિષય પર સત્ર લીધું હતું.