રાજય સરકારની આરોગ્યક્ષેત્રે નવી પહેલ : માતૃત્વ અને બાળ વિકાસનું ડિજિટલ સુરક્ષા કવચ ‘પીએમ – ફેમિલી કેર ટ્રેકર’ પાયલોટ પ્રોજેકટ
પોષણ, શિક્ષણ અને આરોગ્ય વિભાગોના ડેટા એક પ્લેટફોર્મ પર આવતાં હવે‘કોઈ પાછળ નહીં છૂટે’
દેશના બાળકો અને માતાઓના સર્વાંગી ઉત્થાન માટે ભારત સરકારે એક મોટી ડિજિટલ છલાંગ લગાવી છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના સક્ષમ માર્ગદર્શન હેઠળ ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં ‘પીએમ – ફેમિલી કેર ટ્રેકર’ નામનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ એક એવું સંકલિત ડેટા-આધારિત ડિજિટલ પ્લેટફોર્મ છે, જે ગર્ભવતી મહિલાઓ, ધાત્રી માતાઓ અને જન્મથી લઈને ૧૮ વર્ષની વય સુધીના બાળકોના આરોગ્ય, શિક્ષણ અને પોષણના પરિણામોમાં આમૂલ પરિવર્તન આવશે.
અત્યાર સુધી વહીવટી તંત્રમાં અલગ-અલગ યોજનાઓ સ્વતંત્ર રીતે ચાલતી હતી પરંતુ પીએમ-એફસીટીનો મુખ્ય હેતુ ૈંઝ્રડ્ઢજી, ઇઝ્રૐ, પોષણ અભિયાન અને શાળા આરોગ્ય કાર્યક્રમો જેવી વિખરાયેલી યોજનાઓના ડેટાનું એકીકરણ કરીને એક મજબૂત ડિજિટલ ઇકોસિસ્ટમ ઊભી કરવાનો છે.
આ સિસ્ટમ હેઠળ દરેક લાભાર્થીને એક વિશિષ્ટ ડિજિટલ ઓળખ ફાળવીને ગર્ભાવસ્થા થી લઈને કિશોરાવસ્થા સુધી તેમની સતત દેખરેખ સુનિશ્ચિત કરવામાં આવશે. આનાથી લાભાર્થીના સ્વાસ્થ્ય, શિક્ષણ અને પોષણની સ્થિતિનો ૩૬૦-ડિગ્રી વ્યુ મળશે, જેથી કોઈ પણ પાત્ર વ્યક્તિ સરકારી લાભોથી વંચિત ન રહી જાય.
ગુજરાત સરકારના ત્રણ મહત્વના વિભાગો પોતાના લાભાર્થીઓનું ટ્રેકિંગ અલગ-અલગ આઈડી દ્વારા કરતા હતા. મહિલા અને બાળ વિકાસ વિભાગ આધાર નંબર / પોષણ ટ્રેકર ૈંડ્ઢ, આરોગ્ય વિભાગ ્ીઝ્રૐર્ં+ સિસ્ટમમાં ્ીઝ્રૐર્ં ૈંડ્ઢ અને શિક્ષણ વિભાગ ઝ્ર્જી સિસ્ટમમાં ઝ્ર્જી ૈંડ્ઢ દ્વારા લાભાર્થીઓના ડેટાનુ ટ્રેકિંગ કરતા હતા.
હવે આ ત્રણેય પ્રણાલીઓ વચ્ચે પરસ્પર ડેટા શેરિંગ સરળ બનાવવા માટે જન્મ પ્રમાણપત્ર નંબર અથવા છમ્ૐછ ૈંડ્ઢને એકમાત્ર અનન્ય ઓળખકર્તા તરીકે સ્વીકારવામાં આવ્યો છે. ત્રણેય સિસ્ટમમાં મ્ઇદ્ગ સીડિંગની સુવિધા ઉપલબ્ધ કરાતાં જન્મેલા બાળકના સમગ્ર જીવનચક્રનું ટ્રેકિંગ સરળ બનશે.
પ્રોજેક્ટની સફળતા માપવા માટે વિશેષ પરિણામલક્ષી સૂચકાંકો નક્કી કરાયા છે, જેના પર સીધી નજર રખાશે.જેમા જાેખમ ધરાવતી ગર્ભાવસ્થા, એનિમિયા, મ્સ્ૈં અને રસીકરણની સ્થિતિની દેખરેખ, ૧.૫ કિગ્રાથી ઓછા વજનવાળા નવજાત શિશુઓ પર વિશેષ ધ્યાન અપાશે.
આંગણવાડી કે બાલવાટિકામાં પ્રવેશ મેળવવામાં રહેલો ગેપ અને આંગણવાડીમાંથી ધોરણ-૧ માં પ્રવેશની સ્થિતિ ટ્રેક કરાશે. ૧૪ થી ૧૮ વર્ષની કિશોરીઓમાં ઓછું હિમોગ્લોબિન કે ઓછો મ્સ્ૈં હોય તેમને પોષણ અને કાઉન્સેલિંગ સહાય પૂરી પાડવામાં આવશે.
બાળકોમાં સ્ટંટિંગ, વેઇટિંગ અને ઓછા વજનની સ્થિતિ જાણવા એન્થ્રોપોમેટ્રિક ટ્રેકિંગ કરાશે. આ સાથે ‘ટેક હોમ રાશન‘ જેવા પૂરક પોષણ કાર્યક્રમોનું પણ સીધું નિરીક્ષણ થશે.
વિદ્યાર્થીઓ શાળા છોડી દે તે પહેલાં જ તેમની હાજરીના આધારે ધ્યાન આપવામાં આવશે. લિંગ-વિશિષ્ટ વિશ્લેષણ દ્વારા છોકરા-છોકરીઓના ડ્રોપઆઉટ પેટર્નનો તફાવત સમજવામાં પણ મદદ મળશે. એટલું જ નહીં, જીછ્ સ્કોર્સનું ટ્રેકિંગ કરીને ૩૦% થી વધુ વિદ્યાર્થીઓ માટે ૫૦% થી ઓછો સ્કોર ધરાવતી નબળી શાળાઓને હાઇલાઇટ કરી શૈક્ષણિક સુધારો કરાશે.
આ સિસ્ટમની સૌથી મોટી તાકાત તેની સ્માર્ટ ટ્રિગર્સ ક્ષમતા છે. જાે કોઈ જાેખમ દેખાશે, તો સિસ્ટમ આપોઆપ ચેતવણી જનરેટ કરશે અને તે ચેતવણી તાલુકા, જિલ્લા કે રાજ્ય સ્તરના સક્ષમ અધિકારીને મોકલાશે. જ્યાં સુધી તે સમસ્યાનું નિવારણ ન આવે ત્યાં સુધી એક્શન ટ્રેકિંગ ચાલુ રહેશે. ગંભીર પરિસ્થિતિ ઊભી થાય તે પહેલાં જ આ નિવારક અભિગમથી જે-તે લાભાર્થી સુધી મદદ પહોંચી જશે.
આ પાયલોટ પ્રોજેક્ટ સફળ થયા બાદ, તેને પ્રથમ તબક્કામાં સમગ્ર ગુજરાત રાજ્યમાં અને ત્યારબાદ દેશની જરૂરિયાતોને ધ્યાને રાખીને દેશના તમામ રાજ્યોમાં તબક્કાવાર રીતે અમલમાં મૂકવામાં આવશે. આ પ્રોજેક્ટ આગામી સમયમાં ભારતના હેલ્થ અને એજ્યુકેશન સેક્ટર માટે ગેમ-ચેન્જર સાબિત થવા જઈ રહ્યો છે.

