Gujarat

રાજકોટમાં ઘરફોડ ચોરી કરતા પિતા-પુત્રીની ધરપકડ

રાજકોટના ઉમીયા ચોક પાસે આવેલ ન્યુ આકાશદીપ સોસાયટી શેરી નં.2માં રહેતા રાજેશગીરી દયાળગીરી ગોસ્વામી (ઉ.વ.42) નામના યુવાને આજે સવારે પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા તાલુકા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં રાજેશગીરી મિસ્ત્રી કામ કરતા હતા અને તેમને સંતાનમાં ત્રણ દિકરી હોવાનું સામે આવ્યું છે.

આ ઉપરાંત તેમની પુત્રીએ પ્રેમ લગ્ન કરી લીધા હોય જેથી રાજેશગીરી આઘાતમાં રહેતા હતા જેના કારણે ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવી લીધું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

બચુભાઈ ઉર્ફે જાડો રામુ સાડમીયા
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ટીમ સાથે પેટ્રોલિંગમા હતી, ત્યારે બાતમીના આધારે 20 દીવસ પહેલા આમ્રપાલી પાસે, ચુડાસમા પ્લોટ મેઈન રોડ ઉપર આવેલ રહેણાંક મકાનમાંથી ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૂ.29200ના મુદામાલની ચોરી થયાના બનાવનો ભેદ ઉકેલી તસ્કર બચુભાઈ ઉર્ફે જાડો રામુ સાડમીયા (ઉ.વ.50) અને તેની પુત્રી સપના બચુ ઉર્ફે જાડો રામુ સાડમીયા (ઉ.વ.25)ને જામનગર રોડ, પથીકાશ્રમ પાસેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.