સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો જંગ હવે ધીમે ધીમે શરૂ થયો છે. કુબેરનગર વોર્ડમાં પોલિંગ બૂથની ૨૦૦ મીટરની જગ્યામાં કાર્યાલય અને ઝંડા લગાવવાની બાબતને લઈને કોંગ્રેસના ઉમેદવાર નિકુલસિંહ તોમર ચૂંટણી પંચના અધિકારીઓને લઈને ભાજપના ઉમેદવાર ગિરિવરસિંહ શેખાવતના ઘરે પહોંચી ગયા હતા અને અધિકારીઓને બતાવ્યું હતું કે પોલિંગ બૂથની અડીને ઘરની દીવાલ આવેલી છે અને ત્યાં ઝંડા લગાવેલા છે તેને જાેઈ લો. ચૂંટણી પંચના અધિકારીઓને ઉમેદવારની સામે કહ્યું હતું કે જાે હવે કોઈપણ એક પાર્ટીનો પક્ષ લઈને કામ કરશો તો સારું નહીં રહે. મારી ખાનગી જગ્યામાં મારી પરવાનગી વિના આવશો તો છોડીશ નહીં તેવી વાત કરી હતી. આ સમગ્ર ઘટના અંગેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.
અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપ અને કોંગ્રેસમાં સૌથી વધારે જાે રાજકીય જંગ હોય તો કુબેરનગર વોર્ડમાં જાેવા મળી રહ્યો છે. કુબેરનગર વોર્ડના કોંગ્રેસના ઉમેદવાર નિકુલસિંહ ઉંમરનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. પોલિંગ બુથના ૨૦૦ મીટરમાં નિકુલસિંહ તોમરે એક જમણવાર રાખવામાં આવ્યો છે અને ઝંડા લગાવેલા તે અંગેની ચૂંટણી પંચના અધિકારીઓને ફરિયાદ મળી હતી. જેને લઈને તપાસ કરવા માટે પહોંચ્યા હતા અને નિકુલસિંહ તોમર અને તેમના કાર્યકર્તાઓએ તેમને જગ્યા બતાવી દીધી હતી જ્યાં જમણવારની જગ્યામાં કોઈ પણ પ્રકારના ઝંડા લાગેલા નથી અને ધાર્મિક કાર્યક્રમ ચાલે છે અને ક્યાંય પણ રાજકીય પાર્ટીનો ઝંડો નથી તેવું બતાવ્યું હતું.
ચૂંટણી પંચના અધિકારીઓએ કહ્યું હતું કે અમને ફરિયાદ મળી હતી જેના કારણે થઈ અને અમે અહીંયા તપાસ કરવા માટે આવ્યા હતા. ત્યારબાદ નિકુલસિંહ તોમરે કહ્યું હતું કે જાે તમે ફરિયાદ મળી હતી અને અહીંયા આવ્યા છો તો ભગવતી સ્કૂલ પાસે ૨૦૦ મીટરની જગ્યામાં ભાજપના ઉમેદવારનું ઘર આવેલું છે અને ત્યાં પણ પાર્ટીના ઝંડા લગાવેલા છે તો આવા ઝંડા તમે દૂર કરશો. નિકુલસિંહ તોમર તેમના કાર્યકર્તાઓ સાથે ચૂંટણી પંચના અધિકારીઓને લઈને ભગવતી સ્કૂલ પાસે આવેલા ભાજપના ઉમેદવાર ગિરિવરસિંહ શેખાવતના ઘરે ગયા હતા. જ્યાં તેમણે બતાવ્યું હતું કે એમના ઘરની દીવાલ પોલિંગ બુથને અડીને આવેલી છે અને અહીંયા પણ ઝંડા લાગેલા છે. ચૂંટણી અધિકારીઓને કહ્યું હતું કે હવે તમે જાે મારી પરવાનગી વિના મારી ખાનગી મિલકતમાં પ્રવેશ કરશો અને કોઈ એક રાજકીય પાર્ટી માટે કામ કરશો તો સારું નહીં થાય.
કુબેરનગર વોર્ડના કોંગ્રેસના ઉમેદવાર નિકુલસિંહ તોમરે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ભાજપના વોર્ડ પ્રમુખ ચૂંટણી પંચના અધિકારીઓને લઈને ફરિયાદ કરવા માટે આવ્યો હતો અને તેમની સાથે પણ આવ્યો હતો. પરંતુ હું આવ્યો એ પહેલા જતો રહ્યો હતો. ચૂંટણી પંચના અધિકારીઓ આવ્યા હતા અને મને કહ્યું હતું કે અહીંયા કાર્યાલય ખોલવામાં આવ્યું છે પોલિંગ બુથના ૨૦૦ મીટરમાં રાજકીય પાર્ટીના ઝંડા હોવા જાેઈએ નહીં. જે અમે કોઈપણ રાજકીય પાર્ટીના ઝંડા લગાવ્યા વિના ત્યાં જમણવાર ધાર્મિક કાર્યક્રમ માટે કરેલો હતો.
વધુમાં તેમણે કહ્યું હતું કે જાે આવી ફરિયાદ માટે તપાસ કરવા આવ્યા છો તો ભાજપના ઉમેદવાર ગિરિવરસિંહ શેખાવતનું ઘર પણ પોલિંગ બુથની અડીને જ આવેલું છે અને ત્યાં પણ ઝંડા લાગેલા છે જેથી અમે ચૂંટણી પંચના અધિકારીઓને લઈને તેમના ઘરે ગયા હતા અને બતાવ્યું હતું. જાે મારી પરવાનગી વિના ખાનગી મિલકતમાં પ્રવેશ કર્યો તો સારું નહીં થાય એવું સ્પષ્ટ કહ્યું હતું. ગિરિવરસિંહ શેખાવતને પણ આ બાબતે ધ્યાન દોર્યું હતું. ભાજપના વોર્ડ પ્રમુખને લઈને આવ્યા હતા તો તમે તેમના નોકર નથી. જાે ફરિયાદ મળ્યો તો તમારે એકલાએ આવવાનું હોય એને સાથે લઈને શા માટે આવ્યા હતા. તમારે કોઈપણ પક્ષપાત વિના કામ કરવાનું હોય છે એવું પણ સ્પષ્ટ કહી દીધું હતું.
કુબેરનગર વોર્ડના ભાજપના ઉમેદવાર ગિરિવરસિંહ શેખાવતે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ચૂંટણી પંચના અધિકારીઓને ફરિયાદ મળી હતી કે પોલિંગ બૂથ પાસે નિકુલસિંહ તોમરે કાર્યાલય બનાવ્યું છે જેથી તેઓ ત્યાં ગયા હતા. પોલિંગ બૂથ નજીક ૨૦૦ મીટરમાં ક્યાંય પણ રાજકીય પાર્ટીની કોઈ પ્રવૃત્તિ ન થતી હોવી જાેઈએ પરંતુ તેને કાર્યાલય ખોલ્યું હતું અને અમારા ત્યાં આવ્યા હતા અને ચૂંટણી પંચના અધિકારીઓ અને તેઓ બોલતા હતા પણ શું બોલ્યા એ મારું વધારે ધ્યાન નહોતું પણ વીડિયોમાં બધું જાેવા મળી રહ્યું છે. મારી ત્યાં ઓફિસ આવેલી છે એવું બતાવવા માટે નિકુલસિંહ તોમર આવેલો છે પરંતુ મારુ ઘર ત્યાં આવેલું છે અને હું તો સંમતિ પત્ર સાથે ત્યાં મારી ખાનગી જગ્યાએ ઓફિસ બનાવી શકું છું પરંતુ પોલિંગ બુથ પાસે ત્યાં ઓફિસ ના બનાવી શકાય.

