સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરો દ્વારા વિવિધ સંસ્થાના પેઈડ પ્રમોશન માટે અલગ અલગ તરકીબો અજમાવતા હોય છે. અમદાવાદ શહેરમાં આવાજ એક પેઈડ પ્રમોશન માટે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરે રસ્તા પર જામ કરી કાયદાના ધજાગરા ઉડાવતા પોલીસે ચાર લોકો સામે ફરિયાદ નોંધી છે.
સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુએન્સર દ્વારા એક સંસ્થાના પેઈડ પ્રમોશન માટે અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં થાર કાર અને બાઈક વચ્ચે અકસ્માતનો સીન ક્રિએટ કર્યો હતો. આ ઘટનાના કારણે રસ્તા પર ટ્રાફિક જામ સર્જાયો હતો અને અન્ય વાહનચાલકોમાં ડરનો માહોલ છવાયો હતો.
શું છે વાઈરલ વીડિયોમાં?
સોશિયલ મીડિયામાં જે વીડિયો વાઈરલ થયો છે તેમાં રસ્તાની વચ્ચોવચ એક થાર અને એક બાઈક પડેલી જાેવા મળી રહી છે. એક યુવતી અને ત્રણ યુવકો ઉગ્ર બોલાચાલી કરતા જાેવા મળી રહ્યા છે. આ સમયે જ રસ્તા પર મોટી સંખ્યામાં લોકો એકઠા થયેલા દેખાઈ રહ્યા છે સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા વીડિયો બાદ પોલીસે એક થાર ફોર-વ્હીલર ગાડી નંબર ય્ત્ન-૧૨-હ્લહ્લ-૬૧૧૫ના ચાલક તથા એક રોડ ઉપર પડેલ મો.સાના ચાલક તથા ત્યાં એડ(જાહેરાત) કરવા ઉભેલ બે અન્ય વ્યક્તિઓ સહિત ચાર સામે ગુનો નોંધી ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે. તમામે ભેગા મળી પોતાના કબ્જાના વાહનો જાહેર રોડ ઉપર સરિયામ ઉભા રાખી અન્ય આવતા જતા વાહન ચાલકોમાં ભય ઉભો કરી ટ્રાફિક અડચણ ઉભી કરી હતી.

