મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં સતત પડી રહેલા ભારે વરસાદે જનજીવનને અસ્તવ્યસ્ત કરી દીધું છે. ભારે વરસાદ અને પાણી ભરાવાને કારણે મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેન સેવાઓ ઉપરાંત લાંબા અંતરની ટ્રેનોના વ્યવહાર પર પણ મોટી અસર પડી છે. ખાસ કરીને મુંબઈથી વડોદરા તરફ આવતી કેટલીક ટ્રેનો પર પણ અસર પડી રહી છે. તો બીજી તરફ ભારે વરસાદના કારણે હવાઈ વ્યવહારને પણ અસર થઈ છે વડોદરાથી મુંબઈ જતી અને દિલ્હીથી મુંબઇ જતી બે ફ્લાઇટ વડોદરા ડાઇવર્ટ કરવામાં આવી હતી.
ખરાબ હવામાનના કારણે ફ્લાઈટ વડોદરા એરપોર્ટ પર ડાઇવર્ટ મુંબઈના ખરાબ હવામાનના કારણે એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર AI 2975 દિલ્હીથી મુંબઈ સવારે જઈ રહી હતી જે ખરાબ હવામાનના કારણે વડોદરા એરપોર્ટ પર ડાઇવર્ટ કરવામાં આવી છે.
જ્યારે વડોદરાથી મુંબઇ જતી ઈન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ નંબર 6E-5060 મુંબઇ લામા ખરાબ હવામાનના કારણે હવાઈ માર્ગે ચક્કર લગાવી પરત વડોદરા ફરી છે. આ તમામ પેસેન્જરને વૈકલ્પિક ફ્લાઇટ કે રિફંડ અંગેની વ્યવસ્થા કરવામાં આવશે.
એરપોર્ટ પર લાંબી કતારો અને મુસાફરોની ભીડ મુંબઈમાં ભારે વરસાદ અને ખરાબ હવામાનના કારણે રેલ વ્યવહાર સાથે હવાઈ સેવા પર માઠી અસર જોવા મળી રહી છે. ભારે વરસાદ અને ફ્લાઇટ્સના ડાયવર્ઝન તેમજ રદ થવાને કારણે મુસાફરોને નોંધપાત્ર અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે.
એરપોર્ટ પર લાંબી કતારો અને મુસાફરોની ભીડ જોવા મળી રહી છે. ઘણાં મુસાફરોને તેમની ફ્લાઈટના નવા સમય અથવા ડાયવર્ટ થયેલા સ્થળો વિશે માહિતી મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. એરલાઈન્સે મુસાફરોને ફ્લાઇટનું સ્ટેટસ ચેક કરવા અને એરપોર્ટ પર વહેલા પહોંચવા અપીલ કરી છે.

