Gujarat

ગુજરાત પોલીસ ભરતી પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરાયેલ ભરતી પ્રક્રિયા અંતર્ગત પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરની કુલ ૮૫૮ જગ્યાઓ માટે લેખિત પરીક્ષા તા. ૧૯ એપ્રિલ, ૨૦૨૬ના રોજ રાજ્યના મુખ્ય શહેરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ ખાતે કુલ ૩૭૧ કેન્દ્રોમાં સફળતાપૂર્વક યોજાઈ હતી. આ પરીક્ષામાં ૮૬ હજાર ઉમેદવારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેનાથી યુવાનોમાં પોલીસ ભરતી પ્રત્યેનો ઉમળકો સ્પષ્ટ થયો છે.

પરીક્ષા પૂર્ણ થયા બાદ ઉમેદવારોની ર્ંસ્ઇ શીટનું સ્કેનિંગ કરાયું

પરીક્ષા બે ભાગમાં લેવામાં આવી હતી, જેમાં પેપર-૧ “જનરલ સ્ટડીઝ ” માટે ૨૦૦ ગુણ અને પેપર-૨ “ગુજરાતી અને અંગ્રેજી ભાષા કૌશલ્ય (વર્ણનાત્મક)” માટે ૧૦૦ ગુણનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પરીક્ષા દરમિયાન સુરક્ષા અને પારદર્શિતાને ખાસ મહત્વ આપવામાં આવ્યું હતું અને સમગ્ર પ્રક્રિયા કડક દેખરેખ હેઠળ પૂર્ણ કરવામાં આવી હતી. પરીક્ષા પૂર્ણ થયા બાદ ઉમેદવારોની ર્ંસ્ઇ શીટનું સ્કેનિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે, જે ટૂંક સમયમાં જ ગુજરાત પોલીસ ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે. ઉમેદવારો પોતાના જવાબો ચકાસી શકે તે માટે આ પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે.

આ સમગ્ર પરીક્ષા પ્રક્રિયામાં પોલીસ વિભાગ તેમજ શિક્ષણ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ સુવ્યવસ્થિત આયોજન દ્વારા મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ભરતી બોર્ડ દ્વારા પારદર્શક અને નિષ્પક્ષ ભરતી પ્રક્રિયા માટે કરવામાં આવેલી વ્યવસ્થા વખાણપાત્ર ગણાઈ રહી છે.