Gujarat

વેકેશનમાં બાળકોમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન થાય તે હેતુથી શ્રી અમીઝરા વાસુપૂજ્ય તીર્થ, સુરેન્દ્રનગર માં પક્ષાલનુ આયોજન કરવામાં આવ્યું.

જૈન સોસ્યલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર અવનવા મનોરંજન ના કાર્યક્રમની સાથે સાથે જીવદયા, સમાજ સેવા અને ધાર્મિક કાર્યો માટે પણ જાણીતું છે. લ્લેખનીય છે કે તાજેતર માં જ પક્ષીઓ માટે ૫૦૦ પાણી ના કુંડા, ૨૦૦ પક્ષી ઘર, ચણ નું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ, ૩ અલગ અલગ જગ્યા પર પીવાના પાણીની પરબ ચાલુ કરવામાં આવેલ, તેમજ છાસ નું વિતરણ અને તાજેતર માં લખતર પ્રાથમિક સ્કુલ માં પાણી નું કુલર મુકવા માં આવ્યું

વેકેશન દરમિયાન બાળકોમાં ધાર્મિક સંસ્કારનું સિંચન થાય તે હેતુ થી દેરાસરમાં પક્ષાલ પુજા ના આયોજન માટે વર્ષો થી સિલ્વર ગ્રુપ નિરંતર મહેનત કરે છે.

સુરેન્દ્રનગર જીલ્લા માં હાલ માં વેકેશન નો માહોલ છે ત્યારે જૈન સમાજ ના બાળકોમાં ધાર્મિક સંસ્કારો નું સિંચન થાય તે માટે જીનાલયો માં પક્ષાલપૂજા તેમજ ઉપાશ્રય માં શિબિર નું આયોજન કરાયું છે. વેકેશન માં બાળકો મોબાઈલ અને ટીવી પાછળ પોતાનો સમય વ્યથિત કરે છે. જેના બદલે તેઓ થોડો સમય જૈન ધર્મના સંસ્કાર મેળવે તે માટે આયોજન કરવામાં આવેલ છે. જૈન ધર્મ માં તીર્થકર ભગવાનની પક્ષાલ પુજાનું અનેરું મહત્વ રહેલું છે. ત્યારે વેકેશન ના સમય માં બાળકો માં ધાર્મિક ગુણો વિકસે તે માટે પક્ષાલ પૂજા નું ૬ જિનાલયો માં આયોજુન કરવામાં આવેલ છે. જેમાંથી આજ રોજ શ્રી અમીઝરા વાસુપૂજ્ય તીર્થ, સુરેન્દ્રનગરમાં આયોજન કરવામાં આવ્યું હતું. તદુપરાંત ઉપાશ્રય માં શિબિર નું આયોજન કરવામાં આવ્યું છે. આજના પક્ષાલ પૂજામાં સારી એવી સંખ્યામાં બાળકો જોડાયા હતા. પક્ષાલ માં બાળકો પૂજા ના વસ્ત્રો માં આવેલ. આજના પક્ષાલનું આયોજન શ્રી વાસુપૂજ્ય કલ્યાણ સેવા ગ્રુપ દ્વારા કરવામાં આવેલ.

જીનાલય માં પક્ષાલ પુજા કરવા આવે તેને સિલ્વર ગ્રુપ દ્વારા તેમજ દાતાઓ નાં સહયોગથી ગિફ્ટ આપવામાં આવી. અક્ષત હિરેનભાઈ પરીખના આત્મશ્રેયાર્થ રિદ્ધિબેન હિરેનભાઈ પરીખ દ્વારા આજ સુંદર કાર્યનો લાભ લીધેલ.

જૈન સોશ્યલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર નાં સેક્રેટરી પંકીલ ધોળકિયા એ જણાવ્યું કે તારીખ: ૨૧-૦૪-૨૦૨૬ ને મંગળવાર ના રોજ શ્રી અમીઝરા વાસુપૂજ્ય તીર્થ માં પક્ષાલ પૂજા નું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારબાદ તારીખ: ૩૧-૦૫-૨૦૨૬ સુધી દર રવિવારે સવારે અલગ અલગ જિનાલયોમાં પક્ષાલ પુજા તેમજ ઉપાશ્રય માં શિબિર નું આયોજન કરવામાં આવેલ છે. આ આયોજન ને સફર બનાવવા સમગ્ર કારોબારી ટીમ મહેનત કરી રહી છે.