Gujarat

એક જ સ્થળે 3 વર્ષ કરતા વધુ સમયથી ફરજ બજાવતા 20 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી, જુઓ સંપૂર્ણ લિસ્ટ

રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા આજે 19 સપ્ટેમ્બરના રોજ એક સાથે 20 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. છેલ્લા દોઢ મહિના દરમિયાન એક જ જગ્યાએ લાંબા સમય સુધી ફરજ બજાવતા 248 પોલીસકર્મીઓની બદલી કરવામાં આવી હતી. હવે ફરી બાકી રહેલા પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી રહી છે જેનો લીથો તૈયાર છે. જે આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગત 17 સપ્ટેમ્બરના રોજ 22 પોલીસકર્મીઓની આંતરિક બદલી કરવામાં આવી હતી.

20 પોલીસ કમર્ચારીઓની આંતરિક બદલી રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા આજે 20 પોલીસ કમર્ચારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે, જેમાં પોલીસ સ્ટેશન, હેડ ક્વાર્ટર તેમજ ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા કર્મીઓને પોલીસ સ્ટેશન, ટ્રાફિક શાખા, કંટ્રોલ તેમજ અરજી શાખામાં બદલી કરવામાં આવી છે.

અત્યાર સુધીમાં કૂલ 226 પોલીસકર્મીઓની બદલી રાજકોટ શહેર પોલીસમાં અલગ અલગ પોલીસ સ્ટેશન તેમજ અલગ અલગ શાખામાં એક સ્થળ પર 4 કે તેથી વધુ વર્ષ સુધી ફરજ બજાવતા હોય તેવા પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી રહી છે, જેમાં અત્યાર સુધી કુલ 8 લીથા જાહેર કરવામાં આવ્યા તેમાં કુલ 226 પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. પ્રથમ લીથો 23 જુલાઈના રોજ જાહેર કરવામાં આવ્યો હતો તેમાં 49 પોલીસકર્મીને પોલીસ હેડ ક્વાર્ટરમાં મુકવામાં આવ્યા હતા. આ પછી બીજો અને ત્રીજો લીથો 28 જુલાઈના રોજ જાહેર કરવામાં આવ્યો હતો જેમાં 84 અને 4 મળી કુલ 88 પોલીસકર્મીની બદલી કરવામાં આવી હતી.