ઇસનપુરમાં જમવાનો ઓર્ડર કેન્સલ કરવા બાબતે બે મિત્રો વચ્ચે ઝઘડો થતા મિત્રે મિત્રને બેદરકારીપૂર્વક માર મારતા બેભાન થયો હતો. જ્યાં સારવાર દરમ્યાન યુવકનું મોત નીપજ્યું હતું. 4 મહિને પીએમ રિપોર્ટમાં ખુલાસો થતા ઇસનપુર પોલીસે મૃતકના મિત્ર સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
જમવાના ઓર્ડર બાબતે બોલાચાલી બાદ મારામારી થઈ હતી ફેસલનગર નજીક મોબાઈલની દુકાન પાસે 13 મે, 2026ના દિવસે આફતાબ શેખ પોતાના મિત્રો સાથે ઊભો હતો. તે સમયે વસીમ બેલીમે કરેલો ઓનલાઈન જમવાનો ઓર્ડર મોડો આવતા રદ કર્યો હતો. આ બાબતે આફતાબ અને રેહાન ઉર્ફે બોબો શેખ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ હતી. સારવાર દરમિયાન મોત અન્ય મિત્રોએ વચ્ચે પડીને મામલો શાંત પાડ્યો હતો, પરંતુ તે જ સમયે આફતાબ અચાનક બેભાન થઈને ઢળી પડ્યો હતો. તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
રેહાન સામે ગુનો નોંધાયો શરૂઆતમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ચાર મહિના બાદ આવેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આફતાબનું મોત માથા અને મણકાના ભાગે થયેલી ગંભીર ઈજાઓને કારણે થયું હોવાનું સામે આવ્યું હતું. જેના આધારે ઈસનપુર પોલીસે રેહાન સામે બેદરકારીથી મોત નીપજાવવા અંગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

