જીએસએફસી લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ડો. રાજેન્દ્ર કુમાર (IAS) એ જીએસએફસી યુનિવર્સિટીના પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. તેમના કાર્યભાર સંભાળવા સાથે યુનિવર્સિટીની શૈક્ષણિક શ્રેષ્ઠતા અને સંસ્થાકીય વિકાસની યાત્રામાં નવા નેતૃત્વનો પ્રારંભ થયો છે.
ડો.રાજેન્દ્ર કુમારને બે દાયકાથી વધુનો અનુભવ જાહેર વહીવટ, જાહેર નીતિ અને વિકાસલક્ષી અર્થશાસ્ત્રના ક્ષેત્રે બે દાયકાથી વધુનો વિશિષ્ટ અનુભવ ધરાવતા ડો. રાજેન્દ્ર કુમારે પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) સહિતની અગ્રણી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં વિવિધ જવાબદારીઓ નિભાવી છે. તેમના બહોળા વહીવટી અનુભવ, વ્યૂહાત્મક દૃષ્ટિકોણ અને નેતૃત્વ ક્ષમતાથી યુનિવર્સિટીના વિકાસ, નવીનતા અને રાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠા વધારવાના પ્રયાસોને નવી ગતિ મળશે.
ડો.રાજેન્દ્ર કુમારે જીએસએફસી યુનિવર્સિટીના પ્રમુખ તરીકે આઠ વર્ષનો સફળ કાર્યકાળ પૂર્ણ કરનાર નિવૃત્ત IAS અધિકારી પી. કે. તનેજાનું સ્થાન સંભાળ્યું છે. તનેજાએ યુનિવર્સિટીના વિકાસ માટે મજબૂત પાયો સ્થાપિત કર્યો છે. તેમના દ્વારા ઊભી કરવામાં આવેલી આ પાયાની કામગીરીને આગળ ધપાવીને ડો. રાજેન્દ્ર કુમારના નેતૃત્વ હેઠળ યુનિવર્સિટી શૈક્ષણિક શ્રેષ્ઠતા, નવીનતા અને રાષ્ટ્રીય સ્તરે વિશેષ પ્રતિષ્ઠા મેળવવાની દિશામાં આગળ વધશે.

