Gujarat

જામનગર શહેર ભાજપ લઘુમતી મોરચાએ PI ડોડીયાનું સન્માન કર્યું

ભારતીય જનતા પાર્ટી (ભાજપ) જામનગર શહેર લઘુમતી મોરચા દ્વારા મોહરમ પર્વ નિમિત્તે સિટી “એ” ડિવિઝનના પોલીસ ઈન્સ્પેક્ટર (PI) ડોડીયાનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમને ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામગીરી બદલ શાલ અને પુષ્પગુચ્છ અર્પણ કરીને બિરદાવવામાં આવ્યા હતા.

આ સન્માન સમારોહમાં ભાજપ જામનગર શહેર લઘુમતી મોરચાના પ્રમુખ ઉમરભાઈ બ્લોચ, મહામંત્રીઓ હારુનભાઈ આંબલીયા અને જુનેદભાઈ જુણેજા, ઉપપ્રમુખ અકબર બાપુ દીવાન, આઈ.ટી. તથા સોશિયલ મીડિયા ઇન્ચાર્જ શાહરુખ ખાન પઠાણ, અફઝલભાઈ મુરીમાં અને નૌશાદભાઈ મુરીમાં સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઉપસ્થિત આગેવાનોએ પોલીસ વિભાગની નિષ્ઠાપૂર્વકની કામગીરીને બિરદાવી હતી અને શુભેચ્છાઓ પાઠવી હતી. આ સન્માન મોહરમ પર્વ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે PI ડોડીયા દ્વારા કરવામાં આવેલી પ્રશંસનીય કામગીરીના ભાગરૂપે કરવામાં આવ્યું હતું.